ચાણસ્મા ના ચમત્કારી જૂના રબારીવાસ ના ગોગા મહારાજ મંદિર ના 24 માં પાટોત્સ્વ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

0
0

પ્રાચીન ગોગા મહારાજ ના મંદિર 24 માં પાટોત્સ્વ . લઘુરૂદ્ર . હોમાત્મક નવચંડી હવન . ઘજા રોહણ કાર્યક્રમ યોજાયો

હાજીપુર આનંદ આશ્રમ ના આનંદગીરી બાપું નું સાલ અને રોકડ ભેટથી ભવ્ય સંન્માન કરવામાં આવ્યુ હતુ .

ચાણસ્માના જૂના રબારીવાસમાં આવેલ પ્રાચીન ભગવાન શેષ નારાયણ ગોગા મહારાજ ના નૂતન મંદિરના 24 મા પોટોત્સવ . લઘુરૂદ્ર સાથે ત્રિ – દિવસીય પાટોત્સ્વ ગોગા મહારાજ પરિવાર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરાયું
ગોગા મહારાજ ના ભુવાજી ( સેવાભાવી ) મહેન્દ્રભાઈ દેસાઈ એ જણાવ્યુ કે લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો અને જેઠી સીકોતર અને ચામુંડા માતાજી નો પાઠાત્મક યજ્ઞ અને હોમાત્મક નવચંડી યજ્ઞ તેમજ ધ્વજ રોહણ કરવામાં આવ્યું


આ શુંભ પ્રસંગે હાજીપુર આનંદઆશ્રમ ના આનંદગીરી બાપું ઉપસ્થિતિ રહી આશીર્વચન પાઠવ્યા . – મહંત શ્રી મારૂતિશરણદાસજી ચાણસ્મા રામજી મંદિર મહારાજ . ટ્રસ્ટ્રી શ્રી ઉમેશભાઈ પટેલ . ગામના અગ્રણીઓ . ભક્તજનો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા

આ શુભ પ્રસંગે આનંદગીરી બાપુએ ચાણસ્માના ખાંભલ્યા માલધારી પરિવારોને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિના આર્શીવાદ આપતાં જણાવ્યું કે ભગવાન શ્રીરામ ના જીવન માંથી ધીરજ. સહનશીલતા.. વડીલો ની આજ્ઞા બીજા ની રક્ષા સહિત ના ગુણો દરેક જીવન માં ઉતારવા જોઈએ
પાટોત્સવ નિમિતે ભક્તો માટે ગોગા મહારાજ ના ભુવાજી અમથાભાઈ જોરાભાઈ દેસાઈ પરિવાર દ્વારા દર વર્ષની જેમ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી
પોટોત્સ્વ નિમિતે દાદાના મંદિરને પરેશભાઈ દેસાઈ . મુકેશ પિત્રોડા. હસમુખ ગીરી ગૌસ્વામી. આશિષ દેસાઇ.સહિતના યુવાનો દ્વારા મનોહર શણગાર કરવામાં આવ્યો હતો
અહેવાલ : કમલેશ પટેલ . પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here