ચાણસ્મા ના ખોરસમ ગામે અવધેશ આશ્રમ ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો….

0
3

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામે આવેલા અવધેશ આશ્રમમાં પરમપુજ્ય રામગીરી બાપુ દ્વારા છેલ્લા ઘણા સમયથી જરૂરિયાત મંદ આંખોના દર્દીઓને મફત આંખના ઓપરેશન અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.જે અનુસંધાને તા.૩/૨/ ૨૦૨૨ને ગુરૂવાર ના રોજ અવધેશ આશ્રમ ખાતે આંખોનું નિદાન અને મોતિયાના ઓપરેશનના સંદર્ભે કેમ્પ યોજાયો હતો.જેમાં ખોરસમ સહિત ચાણસ્મા તાલુકાના, પાટણ તાલુકાના, હારીજ તાલુકા ના મળી ૧૫૦ આંખોના દર્દીઓએ તેમની આંખોનું નિદાન કરાવ્યું હતું.જે પૈકી ૭૦ આંખોના દર્દીઓને મોતીયાનું ઓપરેશન કરાવવાની જરૂરિયાત હોવાનું નિદાન થતાં પરમ પુજ્ય રામગીરી બાપુ દ્વારા રાજકોટ ખાતે આવેલ રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની આંખોની હોસ્પિટલ ખાતે મોતિયાના ઓપરેશન કરવા માટે મોકલી આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રામગીરી બાપુ દ્વારા જરૂરિયાતમંદ દસ હજારથી વધારે દર્દીઓને મફત મોતીયાના ઓપરેશન કરાવી સેવા યજ્ઞનું સફળ કાર્ય કર્યું છે. રામગીરી બાપુના આદેશ અનુસાર વરાણા પદયાત્રા સંઘના કાર્યકરો તેમજ અંબાજી પદયાત્રા સંઘના કાર્યકરો સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભોજનના દાતા પટેલ ઇશ્વરભાઇ ગંગારામ (સરપંચશ્રી) ખોરસમ ના રહ્યા હતા.અવધેશ આશ્રમ ખોરસમના પુજય રામગીરી બાપુ, નિત્યાનંદ મહારાજ ધાણોધરડા, ચતુરભાઇ પટેલ R.S.S. મહેસાણા, કિરીટભાઇ મોદી મહેસાણા ,પૂર્વ સરપંચ ગાંડાભાઇ પટેલ, અમૃતભાઇ પટેલ A.T.I. સહિત તેમજ આંખોનું નિદાન કરાવવા આવેલા દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામની મહિલા કાર્યકરો દ્વારા સુંદર વ્યવસ્થા બજાવવામાં હતી.
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here