Home BG News ચાણસ્મા નવા રામજી મંદિર ખાતે ઉમિયા માતાજીના મંદિરનો ચોથો પાટોત્સવ દ્વારા નવચંડી...

ચાણસ્મા નવા રામજી મંદિર ખાતે ઉમિયા માતાજીના મંદિરનો ચોથો પાટોત્સવ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

0

આજ રોજ શ્રી લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવ્રત ટ્રસ્ટ સંચાલિત નવા રામજી મંદિર માં આવેલ શ્રી ઉમિયા માતાજી મંદિરનો ચોથો પાટોત્સવના નવચંડી યજ્ઞ ના યજમાન શ્રી રણછોડભાઈ ખોડીદાસ પટેલ (હીરાણીનો માઢ) દ્વારા ચડાવો લેવામાં આવ્યો હતો અને યજમાન પદ શોભાવ્યુ હતું


તેમજ પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવૃત ટ્રસ્ટ તથા પરિવાર ચાણસ્મા સંચાલિત શ્રીહનુંમાન દાદા (જશલપુર) મંદિરનો જગન (મહાયજ્ઞ) વર્ષ ૧૯૭૧માં જયંતિભાઈ મહારાજ ના સાનિધ્યમાં ઉજવાયો હતો આ વર્ષ તેના ૫૦ વર્ષ પૂર્ણ થાય છે અને આપણા પરિવારે આ વર્ષ શ્રી હનુમાનજી મંદિરનું મંદિર તથા પરિસરનો જીણોદ્વાર કરેલ છે તથા સીતારામ બાપાની મઢુલી નવી બનાવવામાં આવેલ છે


શ્રી હનુમાન દાદાના મંદિર ઉત્સવ તારીખ : ૨/૪/૨૦૨૨ ને શનિવાર ચૈત્ર સુદ ૧ થી તારીખ : ૧૫/૪/૨૦૨૨ને શુકવાર ચૈત્ર સુદ ૧૪ સુધી આખો દિવસ હનુમાન ચાલીસાનો પ્રોગામ તથા દરરોજ રાત્રે ભોજન તથા બે દિવસ સુંદરકાંડ રાખવામાં આવેલ છે
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version