ચાણસ્મા નગરપાલીકાની ખાલી થયેલ સીટ ઉપર પેટા ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બીનહરીફ વિજયી બન્યા

0
23

ચાણસ્મા નગરપાલિકામાં વોડ નંબર પાંચના પટેલ અશોકભાઈ સોમાભાઈ નુ નિધન થવાથી તેમની જગ્યા ખાલી પડી હતી આજરોજ પેટાચૂંટણીના નિયમ પ્રમાણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી એટલે પટેલ વિક્રમભાઈ ચીમનભાઈ ને ભારતીય જનતા પાટીદ્વારા ઉમેદવારી માટે મેન્ડેટ મળતા ઉમેદવારે ફોર્મ ભર્યું હતુંસામે પક્ષે કોઈપણ ફોર્મ આવેલ ન હોવાથી તેમને બીનહરિફ ચૂંટાયેલાજાહેર કરેલ છે‌

આ સમયે ચાણસ્મા નગરપાલિકાના કોર્પોરેટર તથા ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ. .નગર પાલિકાના ઉપપ્રમુખ વિષ્ણુભાઈ પટેલ ( ભગત ) તથા,ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ તથા ચાણસ્મા શહેર ભાજપ મંત્રી અશ્વિનભાઈ પટેલ, કિરણજી ઠાકોર . એમબી પટેલ,. નવીનભાઈ પટેલ, .નિલેષભાઈ કે પટેલ (પૂર્વ કોપોરેટર ચાણસ્મા કોમશિયલ.કો.ઓપરેટિવ .બેન્કના પ્રમુખ) .., તથા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યોપાટણ જીલ્લામાં પ્રથમ પેટા ચુટણી ચાણસ્મા બિનહરિફ થઈ તેવું ચાણસ્મા ભાજપ શહેર પ્રમુખ રાજુભાઇએ જણાવ્યું અને વિક્રમભાઈ ચીમનભાઈ પટેલને બિનહરીફ વિજેતા થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા..કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here