ચાણસ્મા નગરપાલિકાને 15માં નાણાપંચમાંથી સફાઈ કચરો ઉપાડવાના ત્રણ ટેમ્પો ફળવાયા.

0
11

પાટણ- ચાણસ્મા

આજરોજ ચાણસ્મા નગરપાલિકા ખાતે ગુજરાત સરકાર દ્વારા 15 માં નાણાપંચમાંથી સફાઈ કચરો ઉપાડવા માટે ત્રણ ટેમ્પો ફાળવવામાં આવ્યા જેનું નગરપાલિકા આગળ નગરપાલિકાના અધ્યક્ષ અલકાબેન સથવારા દ્વારા પૂજન કરીને નગરપાલિકાને કામ માટે સુપ્રોત કરવામાં આવ્યા
આ પ્રસંગે ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ તથા નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે અમોએ સરકાર જોડે ચાણસ્મા માટે ઘણા બધા કામની માગણી કરેલી છે.

પરંતુ હાલ ચૂંટણી આવતી હોવાના કારણે અમારી ફાઇલો અટકીને પડી છે તો સરકાર સત્વરે અમારી અટકી પડેલી ફાઇલોનું કામ પૂરું કરે અને અમે ગામની માગણીઓ પૂરી કરીએ અને અમે ચાણસ્મા નગરની પ્રજાને સારી સેવા આપી શકીએ એવી મારી માગણી છે


રીપોટર. કમલેશ પટેલ. ચાણસ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here