ચાણસ્મા નગરપાલિકાને ૨,૮૦,૭૨,૮૩૬ નું બાકી વીજબીલ ભરવા ૨૪ કલાકનુ અલ્ટીમેટમ.

0
2

ચાણસ્મા નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી જી.ઇ.બી નું બાકી નિકળતુ વીજબીલ નહીં ભરાતા ચાણસ્મા વિદ્યુત બોર્ડ દ્વારા અગાઉ પણ નગરપાલિકા ને વીજબીલ ભરવા માટે પંદર દિવસ ની નોટિસ ફટકારવામાં આવી હતી તેમ છતાં વીજબીલ નહીં ભરાતા ફરીથી નોટિસ ફટકારી આગામી ચોવીસ કલાકમાં વીજબીલ ભરવા માટે જણાવ્યું છે તેમજ જો ચોવીસ કલાક દરમ્યાન નગરપાલિકા દ્વારા વીજબીલ નહીં ભરવામાં આવે તો વીજ પુરવઠો બંધ કરવાની પણ ચાણસ્મા જી ઇ બી દ્વારા ચિમકી ઉચ્ચારી હતી
ચાણસ્મા ખાતે આવેલ નગરપાલિકા નું છેલ્લા કેટલાય વર્ષોથી વોટર વર્ક નું લાઈટ બિલ તેમજ ગત માર્ચ મહિનાથી આજદિન સુધીનું સ્ટ્રીટ લાઈટોનું વીજ બિલ બાકી હોવાથી ચાણસ્મા જી ઈ બી દ્વારા અવારનવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં પણ નગરપાલિકા દ્વારા બાકીનું વીજ બિલ નહીં ભરાતા આજરોજ ચાણસ્મા વિદ્યુત બોર્ડ દ્વારા ચાણસ્મા નગરપાલિકાને રૂપિયા ૨,૮૦,૭૨,૮૩૬ નું વીજબિલ ચોવીસ કલાકની અંદર ભરવાનું અલ્ટીમેટમ આપ્યું છે ત્યારે આ બાબતે ચાણસ્મા નગરપાલિકાના વોટર વર્ક શાખા નો ટેલીફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે ચાણસ્મા વિદ્યુત બોર્ડ દ્વારા અમોને નોટિસ પાઠવવામાં આવી છે પરંતુ હાલના સમયમાં નગરપાલિકા પાસે પૂરતા પેમેન્ટની વ્યવસ્થા નહીં હોવાનું જણાવ્યું હતું

નિખિલ જોષી : પાટણ જિલ્લા બ્યુરોચીફ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here