ચાણસ્મા તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખ ની વરણી કરાઈ.

0
6

પાટણ

આજરોજ પાટણ જિલ્લાની ચાણસ્મા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ ઉપપ્રમુખ તેમજ કારો બારી અધ્યક્ષની બિનહરીફ વરણી થતાં ઉપસ્થિત ભાજપ કાર્યકરો તેમજ પદાધિકારીઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.આજ રોજ ચાણસ્મા તાલુકા પંચાયત ની ચૂંટણી ચાણસ્મા તાલુકા પંચાયતના સભાખંડમાં યોજાઇ હતી.જેમાં પાર્ટીના મેન્ડેડના આધારે પ્રમુખ તરીકે પુષ્પાબેન પ્રવીણભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે સુનિતાબેન મુકેશભાઈ ઝાલા તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે કૌશિકભાઇ શંકરલાલ પટેલ ની બિન-હરીફ વરણી થતાં ભાજપ કાર્યકરો તેમજ પદાધિકારીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. અત્રે યોજાયેલ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ ઉપેન્દ્રભાઈ પટેલ,મહામંત્રી કિરણ જાની,પુર્વ અધ્યક્ષ બાબુલાલ પટેલ,વિનયસિહ ઝાલા, મનોજ પટેલ,મુકેશભાઈ પટેલ દાઢી સહીત ભાજપના પદાધિકારીઓ તેમજ તાલુકા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા…

તાલુકા વિકાસ અધિકારીશ્રી એ નવનિર્મિત પ્રમુખ, ઉપપ્રમુખ ને ફૂલો નો ગુલસ્તો આપી શુભેચ્છા પાઠવી હતી અને તાલુકાના વિકાસ અર્થે આશા વ્યક્ત કરી હતી.

રિપોર્ટ…દિલીપ પટેલ..
ચાણસ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here