ચાણસ્મા તાલુકા ના ફીચાલ ગામે પ્રાથમિક શાળામાં નવરાત્રી નિમિતે ગરબા નું આયોજન કરવામાં આવ્યું

0
6

હાલમાં નવરાત્રી ચાલી રહી છે ચાણસ્મા તાલુકાના ફીચાલ ગામે આવેલ પ્રાથમિક શાળામાં વિદ્યાથી અને શાળાના આચાર્ય શ્રી તથા શિક્ષકો અને સમગ્ર સ્ટાફ દ્વારા નવરાત્રી નિમિતે શાળામાં સુંદર ગરબા નું આયોજન કરવામાં આવ્યું
આ જોતા આજના દિવસે નવરાત્રીના ગરબા નો મહોલ જામી ગયો હતો અને બાળાકો આનંદથી ગરબે ઘૂમી રહ્યા હતા


આચાર્યશ્રી એ જણાવ્યું હતું કે હાલમાં નવરાત્રીની સીઝન ચાલી રહી છે અને બાળાકો માં અંબાના ગરબા ગાઇને આનંદ પ્રાપ્ત થાય અને ધાર્મિક ભાવના કેળવાય તે માટે અમારી શાળામાં માતાજીની આરતી કરીને બાળકો ને ગરબા રમાડવામાં આવ્યા હતા અને ગરબા રમીને દરેક બાળાકો આનંદ આનંદ કરતી જોવા મળી હતા અને માતાજીની જય બોલતા ગરબા ગાતા જોવા મળી રહ્યા હતા
કાર્યક્રમ પૂર્ણ બાળકોને પ્રસાદીરૂપે નાસ્તો આપવામાં આવ્યો હતો

આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાથીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિ રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here