ચાણસ્મા તાલુકાના સરસાવ માં દબાણ કરેલ સ્મશાન માર્ગ માં નડતર રૂપ દીવાલ તોડી પડાઈ માર્ગ મોકળો કરાયો….

0
25
સરસવ ગામ માં બનેલ ઘટના ને લઈ અનુજાતિ સમાજ. ઠાકોર સમાજ. અને રાવળ સમાજ. ના સ્મશાન માં જવાના રસ્તા નું છેલ્લાં બે વર્ષથી દબાણ કરવામાં આવ્યું હતું જેના કારણે તારીખ ૨૫/૫/૨૧ ના રોજ પરમાર ખેમાભાઈ સબુરભાઈ નું અવસાન થતાં દફનવિધિ કરવામાં સંધર્ષ થયેલો અને પોલીસ ની દરમ્યાનગિરિ થી તાર ફેંસિંગ તોડી ને દફનવિધિ કરવામાં આવ્યા બાદ નવસર્જન ટ્રસ્ટ ના નરેન્દ્રભાઈ પરમાર અને ત્રણેય સમાજ ના લોકો દ્વારા સતત રજુવાત ના અંતે આજે ગોગા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ દ્વારા પાકી દીવાલ બનાવી કરવામાં આવેલ રસ્તા નું દબાણ ગ્રામ પંચાયત દ્વારા જેસીબી મશીનથી દીવાલ તોડી દબાણ દૂર કરવા માં આવેલ છે જોકે દીવાલ જમીન થી એક ફૂટ રાખી ને દીવાલ તોડેલ છે જેમાં તાલુકા વિકાસ અધિકારી ચાણસ્મા સાથે ટેલીફોનીક વાત કરતાં જેમણે બંને બાજુ ઢાળ પાડી રસ્તો બનાવવાની ખાત્રી આપેલ છે આમ
અનુ સૂચિત જાતિ સમાજ, ઠાકોર સમાજ, અને રાવળ સમાજ ના સ્મશાન માં જવાના રસ્તા ના પ્રશ્ન નો કાયમી ઉકેલ લાવવા માં આવતા લોકો એ આભાર વ્યક્ત કર્યો હતો …
નરેન્દ્રભાઈ એમ પરમાર
સામાજિક કાર્યકર પાટણ
રીપોટર .કમલેશ પટેલ.પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here