ચાણસ્મા તાલુકાના દાણોદરડા ગામે આવેલા વાવાઝોડાથી સોલાર રૂફને થયું ભારે નુકસાન

0
50
27/05/2021 ના રોજ આવેલ અચાનક ભારે વાવાઝોડા અને વરસાદ ના કારણે દાણોદરડા ખાતે આવેલ બ્રહ્માણી માતાના મંદીર પાસે આવેલ ગામ કૂવામાથી ગામના તમામ લોકોને પીવાના પાણીના સપ્લાય સારૂ બ્રહ્માણી માતાના મંદીરના શેડ ઉપર બનાવેલ ગ્રામ પંચાયત દ્વારા સોલાર રૂફ ટોપ બનાવેલ હતું જે ને આજના ભયંકર વાવાઝોડા ના કારણે ભારે નુકશાન થવા પામેલ છે. જેના લીધે ગામ લોકોને પીવાના પાણીનો સ્ત્રોત બંધ થઈ જવા પામેલ છે. તથા ગામ લોકોને રૂપીયા 300000 ( ત્રણ લાખ ) લાખના ખર્ચે બનાવેલ ગામ લોકોને સેવા કાર્ય માટે કરેલ ઉમદા કાર્ય ઉપર આજે કુદરત નો કહેર વર્તાવ્યો છે
આજે આ સોલાર રૂફ ને ત્રણ લાખ નું નુકસાન થયેલ છે
તો આ બાબતની લાગતા વળગતા અધિકારીઓ તપાસ કરીને થયેલા નુકસાનનુ વળતર દાણોદરડા ગ્રામ પંચાયત ને સરકાર દ્વારા ચુકવવામાં આવે તો નવો સોલાર રૂફ નાખી શકાય અને ગામના લોકોને પીવાનું પાણી પૂરું પાડી શકાય
એવું સરપંચ જયંતિ ભાઈ પટેલ જણાવ્યું હતું
કમલેશ પટેલ.પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here