પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકા ખાતે ૭૨મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચાણસ્મા શાળા નં-૧ ખાતે કરવામાં આવી હતી. ચાણસ્માના મામલતદારશ્રી જે.ટી. રાવલના હસ્તે ધ્વજવંદન કરી ત્રીરંગો લહેરાવી સલામી આપી હતી. જેમાં પોલીસ કર્મચારીઓએ શાનદાર પોલીસ પરેડ કરી ધ્વજવંદનને સલામી આપી હતી.

આ કાર્યક્રમમાં મામલતદાર શ્રી જે.ટી. રાવલ, નગરપાલિકાના પ્રમુખશ્રી મહેન્દ્નભાઇ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી યશવંતભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સરોજબેન પટેલ, પી.આઇ. ગોહિલ, પોલિસ સ્ટાફ તથા મામલતદાર કચેરી સ્ટાફ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગના તમામ કર્મચારી હાજર રહ્યા હતા. મામલતદારશ્રીએ કોવિડ -૧૯ અંતર્ગત ઉપસ્થિત લોકોને માર્ગદર્શન પુરૂ પાડયું હતું.

આ પ્રસંગે બેસ્ટ કિચન ગાર્ડન તથા શ્રેષ્ઠ આરોગ્ય પી.એચ.સી ને એવોંડ તથા સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા. બેસ્ટ કીચન ગાર્ડન માટે પ્રથમ નંબર વાઘજીપુરા પ્રા.શાળા, દ્રિતીય નંબર- છમીસા પ્રાથમિક શાળા, તૃતિય નંબર- ગલોલીવાસણા પ્રા.શાળા તથા વડાવલી પી.એચ.સી. ને સ્વચ્છતા અંતર્ગત એવોર્ડ આપવામાં આવ્યો હતો. સ્વાગત ગીત અને શોર્યગીત રજૂ કરનાર દિકરીઓશ્રીને મામલતદારશ્રી, તા.પં.કચેરી ચાણસ્મા સ્ટાફ, નાયબ મામલતદારશ્રી એસ.કે.સોલંકી, મામલતદાર કચેરી સ્ટાફ તેમજ દાતાઓના દાન થકી રોકડ ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કોવિડ-૧૯ અંતર્ગત સામાજીક અંતર, માસ્ક, સ્ટેનેરાઇઝરનો ઉપયોગ કરાયો હતો. તેમજ રાષ્ટ્રગાન કર્યા પછી મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન સુરેશભાઈ દેસાઈ આચાર્યશ્રી ચાણસ્મા પ્રાથમિક કન્યા શાળા તથા વિજયભાઈ મકવાણાએ કર્યુ હતું. આભાર વિધી લક્ષ્મણભાઈ પટેલ શાળા નં-૧ દ્રારા કરવામાં આવી હતી.
BG News, કમલેશ પટેલ, પાટણ.