ચાણસ્મા ખાતે યોજાયેલા તુલસી વિવાહ

0
13

દેવ ઉઠી અગિયારસ પછી તુલસી વિવાહ યોજાય છે ત્યાર પછી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્નોની શરૂઆત થાય છે
ચાણસ્મા ખાતે તુલસી વિવાહ યોજાયા હતા
જયા ભગવાન ની જાન ભુલાપુરા મુકામેથી પટેલ દિનેશભાઈ ઈશ્વરલાલ ના ઘરેથી મોરારદાસ ના માઢ બાજુમાં આવેલ ખોડીયાર માતાના ચોકમાં રહેતા નાઈ સુરેશભાઈ શાંતિલાલ ના ઘરે આવી હતી
જ્યાં સુંદર મંડપ નીચે જાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું
જાન વાસ્તે ગાસ્તે આવી હતી ભગવાનને સુશોભિત બગીમાં લાવવામાં આવ્યા હતા તથા સાથે ચાણસ્માના નગરજનો ભાઈઓ બહેનો બાળકો આવ્યા હતા
તુલસી માતા ને સુંદર શણગારીને લગ્ન મંડપમાં લાવવામાં આવ્યા હતા અને ભગવાન સાથે તેમના વિવાહ કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે સુરેશભાઈ ના માતૃશ્રી ભાવવિભોર થઈ ગયા હતા અને પોતાના સમગ્ર પરિવાર સાથે રાસ ગરબા કર્યા હતા
સુરેશભાઈ ના ભાઈઓ ભાભીઓ ભત્રીજાઓ ભત્રીજી ઓ બધા જ આ પ્રસંગે હાજર રહ્યા હતા
આ વિસ્તારના તમામ પ્રજાજનો આજે તુલસી વિવાહ માં હાજરી આપી ધન્યતા અનુભવતા હતા
તુલસી વિવાહ થયા પછી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્નોની શરૂઆત થાય છે અને હવે દરેક સમાજમાં લગ્નની શરૂઆત થશે
ચેતન શાહ ચાણસ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here