ચાણસ્મા ખાતે નવીન સિવિલ કોર્ટ બિલ્ડીંગનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

0
14

ચાણસ્મા ખાતે નવીન સિવિલ કોર્ટ બિલ્ડીંગનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
……………..


માન. ન્યાયમૂર્તિ ગુજરાત હાઇકોર્ટ શ્રીમતી મૌના ભટ્ટનાં હસ્તે કોર્ટનું ઉદ્ઘાટન
………….
અદ્યતન સુવિધાથી સજ્જ નવીન બિલ્ડીંગ તા.10 જુલાઈથી કાર્યરત થશે
………….

આજરોજ ચાણસ્મા ખાતે નવીન સિવિલ કોર્ટ બિલ્ડીંગનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. માન.માન. ન્યાયમૂર્તિ ગુજરાત હાઇકોર્ટ શ્રીમતી મૌના ભટ્ટનાં હસ્તે કોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.

ગુજરાત હાઈકોર્ટ જજ શ્રીમતી મૌના ભટ્ટે રીબીન કાપીને કોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતુ. શ્રીમતી મૌના ભટ્ટની સાથે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હિતા ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

કોર્ટનાં ઉદ્ઘાટન બાદ ગુજરાત હાઈકોર્ટ જજ શ્રીમતી મૌના ભટ્ટે સંબોધન કરતા જણાવ્યું હતુ કે, આજે અહી આવીને ખૂબ આનંદ થયો છે. ચાણસ્માનો ઇતિહાસ સાંભળીને ખુશી થઈ છે. સિવિલ કોર્ટનાં ઉદ્ઘાટન બદલ તમામને અભિનંદન આપુ છુ. ભારતીય સંસ્કૃતિનાં સમાજમાં ન્યાય પ્રણાલીએ મહત્વનું પાસું છે. દરેક માણસને વિશ્વાસ હોય છે કે મારી સાથે કઈ ખોટું થશે તો મને ન્યાય મળી જ જશે. કહેવાય છે કે, જયાં ન્યાય પ્રણાલી સારી હોય ત્યાં ઇશ્વર વસવાટ કરે છે. આ કોર્ટ માથી તમામને ન્યાય મળી રહશે તેવો મને વિશ્વાસ છે.
માન. જજ સાહેબે નાગરીકોને કહ્યુ હતુ કે, આપણે સૌ કાયદો અને વ્યવસ્થાનું ધ્યાન રાખીને નાગરિક તરીકે દરેક વસ્તુ ધ્યાનમાં રાખીએ.આપણે પણ સુંદર સમાજ ઉભો કરવાની કોશિશ કરીએ.

પ્રિન્સીપલ ડિસ્ટ્રિક્ટ જજ હિતા ભટ્ટે જણાવ્યું હતુ કે, વયં ધર્મ ન્યાય. આપણો ધર્મ ન્યાય આપવાનો છે. શ્રી હિતા ભટ્ટે સૌને કોર્ટનાં ઉદ્ઘાટન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. અને જણાવ્યું હતુ કે, નવા બિલ્ડીંગમાં કામ કરવાથી નવી ઉર્જાનો સંચાર થશે. હુ ખાતરી આપુ છુ કે, ચાણસ્મા બાર વધારે disposal આપશે.

આજનાં કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટ જજ શ્રીમતી મૌના ભટ્ટ, પ્રિન્સીપલ ડિસ્ટ્રિક્ટ જજ હિતા ભટ્ટ, પ્રિન્સિપલ સિવિલ જજ ચાણસ્મા શ્રી યુ.જી. પઠાણ, પ્રમુખશ્રી ચાણસ્મા બાર એસોસિએશન શ્રી બી.વી. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ, તેમજ બહોળી સંખ્યામાં સિવિલ જજ, સિનિયર સિવિલ જજ , એડવોકેટ, સ્ટાફ , ઉપસ્થિત રહ્યાં હતાં.

રીપોટર. કમલેશ પટેલ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here