ચાણસ્મા ખાતે જાયન્ટ ગ્રુપ દ્વારા મીઠાઈનું વિતરણ

0
63

આજરોજ તારીખ 12-11-2020ના દસ વાગ્યાના સુમારે હાઇવે પર બની રહેલ સદારામ માર્કેટમાં બહારથી આવેલા શ્રમીકોને ચાણસ્મા જાયન્ટ ગ્રુપ દ્વારા ચાણસ્મા મામલતદારશ્રી જે. ટી. રાવલ સાહેબના વરદ હસ્તે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમય જાયન્ટ ગ્રુપના પ્રમુખશ્રી સંજયભાઈ .પી.ભાવસાર, સેક્રેટરીશ્રી ચંદુભાઈ આર પટેલ, ખજાનચીશ્રી દશરથભાઈ એન પટેલ તથા શ્રી ઇશ્વરભાઇ, શ્રી બીપીનભાઈ, શ્રી નારણભાઈ, શ્રી વિનોદભાઈ તથા જાયન્ટ પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા.

આ મીઠાઈ વિતરણમાં દાતાશ્રીઓ તરફથી દાન મળ્યું હતું અને જાયન્ટ પરિવાર દ્વારા લગભગ ૧૦૦થી વધારે પરિવારોને મીઠાઈ અને સેવનું વિતરણ કરવામાં આવ્યું.

દિવાળીના સમયમાં જરૂરિયાત મંદોને સહાય કરવી એ જ સંકલ્પ સાથે જાયન્ટ ગ્રુપ દાતાશ્રીઓના દાનથી કાર્ય કરે છે.

ચેતન શાહ,
બીજી ન્યુઝ
ચાણસ્મા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here