ચાણસ્મા કોલેજમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી

0
8


આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ચાણસ્મા ખાતે તારીખ : 26 જાન્યુઆરી 2022 ના રોજ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન,રાષ્ટ્રગાન, દેશભક્તિ ગીત,પરેડ,કેમ્પસ સફાઈ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા.આ પ્રસંગે ડો.કિરીટકુમાર બી.પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવીને યુવાનોને સર્જનાત્મક અને રચનાત્મક કાર્યો દ્વારા સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું. તેમણે કહ્યું કે દેશની સેવા કરવામાં જે મીઠાશ છે તે બીજી એકેય ચીજમાં નથી.આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો.રોહિતકુમાર એન.દેસાઈ,એન.સી.સી. લેફ્ટનન્ટ ડો.એચ.એસ. મુળાણી અઘ્યાપકશ્રીઓ અને સર્વે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
રીપોટર. જીતુભાઈ. ચાણસ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here