ચાણસ્મા કોલેજમાં મહિલા સશક્તિકરણ અને આત્મગૌરવ વિષય પર વ્યાખ્યાન

0
28


આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ચાણસ્માના મહિલા સેલ પ્રવૃત્તિના ઉપક્રમે શ્રી ઝંખનાબેન ત્રિવેદીએ મહિલા સશક્તિકરણ અને આત્મગૌરવ વિષય પર વ્યાખ્યાન આપતાં કહ્યું કે જે રીતે કેટલાક વ્યવસાયો પુરુષો માટે હોવાનો પૂર્વગ્રહ છે,એ જ રીતે કેટલીક કામગીરીઓ માટે સામાન્ય રીતે મહિલાઓને લાયક ગણવામાં આવે છે. હકીકતમાં આ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે અન્યાય સમાન છે.આ પ્રકારની ચર્ચા ઘણીવાર માનવતાલક્ષી અને મહિલાવાદી અભિગમની ચર્ચા તરફ દોરી જાય છે,

મહિલાઓને પર્યાપ્ત તકો આપવાને બદલે તમામ માટે સમાનતા ઊભી કરવા અને સમાન તકો પ્રદાન કરવાની ચર્ચા તરફ દોરી જાય છે.પણ આપણે સમાનતા ની વાત કેવી રીતે કરી શકીએ ?જ્યારે આપણા સમાજમાં બાળકીના જન્મને આજે પણ અભિશાપરૂપ ગણવામાં આવે છે.આપણે મહિલાઓના અધિકારો, સન્માન અને આજીવિકાના હિતોનું રક્ષણ કરી શકાય એવી વ્યવસ્થા ઉભી કરવી પડશે.સ્ત્રી સશક્તિકરણના નારા લગાડવાથી કોઇ બદલાવ નહીં આવે, શરૂઆત તો ઘરથી જ કરવી જોઈએ.મહિલા સેલના કન્વીનર ડો.વર્ષાબેન સી.પટેલે મુખ્યવક્તાશ્રીનો પરિચય આપી શાબ્દિક સ્વાગત કહ્યું કે સમાજના સર્વાંગી વિકાસમાં મહિલા ઓનું યોગદાન અને સમર્પણ નોંધપાત્ર છે. યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા: ના મંત્રને સાકાર કરવાના ધ્યેયમંત્ર સાથે ગુજરાતની માતા,બહેનો અને દીકરીઓને વધુ ને વધુ સામર્થ્યવાન બનાવવાના હેતુથી ગુજરાત સરકારે અંદાજે 189 જેટલી નારીલક્ષી યોજનાઓનું અમલીકરણ કર્યું છે.વર્ષ 2020 થી દર વર્ષે 35 % થી વધુ બજેટ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ માટે ફાળવવામાં આવે છે. રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડો.જિતેન્દ્રકુમાર વી.પટેલે કાર્યક્રમનું સુંદર અને સફળ સંચાલન કર્યું.આ પ્રસંગે કોલેજના આચાર્યશ્રી ડો.રોહિતકુમાર એન. દેસાઈ,અધ્યાપકો અને કોલેજના સર્વે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.કાર્યક્રમ ની આભારવિધિ ગૃહવિજ્ઞાન ના આસી.પ્રોફેસર ડો.રચનાબેન એમ.વર્માએ કરી.
પ્રેસ રિપોર્ટર : ડો.જિતેન્દ્રકુમાર વી.પટેલ, મહેસાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here