ચાણસ્મા આટૅસ એન્ડ કોમર્સ કોલેજ પ્રથમ વષૅ માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો આવકાર કાયૅક્રમ યોજાયો..

0
8

વિધાર્થીઓ એ અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ રસ દાખવવો જોઈએ..

પાટણ તા.૨૫
નિમા મેમોરિયલ ગ્રામ વિકાસ ટ્રસ્ટ, રૂપપુર-ચાણસ્મા સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ચાણસ્મા ખાતે કોલેજના આચાર્ય ડો.આર.એન.દેસાઈની પ્રેરણાથી બી.એ/બી.કોમ-1 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો વેલકમ એન્ડ
ઓરીએન્ટેશન કાર્યક્રમ શનિવારના રોજ યોજાયો હતો.
આ કાર્યક્રમનું સંચાલન કરતાં ડો.જિતેન્દ્ર પટેલે કહ્યું કે આજના 21 મી સદીના હરિફાઇના સમયમાં યુવાનોએ શિક્ષણની સાથે સાથે સહાભ્યાસિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ પોતાના વ્યક્તિત્વના વિકાસની સાથે સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પણ યોગદાન આપવું જોઈએ.
પ્રસંગના આરંભમાં ડો.શૈલેશ પટેલે મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને પરિચય કરાવ્યો હતો.જયારે ડો.કે.બી.પટેલે રમતગમત,ડો.એ.એસ.ગામીએ સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ડો.જે.વી.પટેલે રાષ્ટ્રીય સેવા યોજના (NSS), ડો.વીણાબેન એસ.રાજે સપ્તધારા,ડો.વી.સી.પટેલે મહિલા સેલ,ડો.એસ.એ.પટેલે સમયપત્રક, ડો.એચ.એસ. મૂળાણીએ એન.સી.સી.,
ડો.વી.એમ. ચૌધરીએ ઉદિશા ક્લબ અને પ્લેસમેન્ટ સેલ, વિજયભાઈ દરજીએ કમ્પ્યુટર,ઇન્ટરનેટ,બ્લોગ, માઈક્રોસોફ્ટ ટીમ વિશે અને પ્રા.વી.વી.ચૌધરીએ બાબાસાહેબ આંબેડકર અભ્યાસ કેન્દ્ર વિષયો પર વકતવ્યો આપી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા.
સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન ડો.એસ.એ.પટેલે,સંચાલન ડો.જે.વી.પટેલે અને આભારવિધિ ડો.રચનાબેન એમ.વર્માએ કરી હતી.આ પ્રસંગે અઘ્યાપકો અને કોલેજના સર્વે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here