ચાણસ્માની સેન્ટમેરી સ્કૂલમાં રામાયણના વિવિધ પાત્રોની વેશભૂષા કરાઈ.

0
0

ચાણસ્મા ખાતે આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં આજરોજ સ્કૂલના બાળકો દ્વારા રામાયણના વિવિધ પાત્રો ની વેશભૂષા કરવામાં આવી હતી તેમજ સાથે સાથે રામધૂન બોલાવી દીપ જલાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ ભરના લોકો ભગવાન શ્રીરામના રંગે રંગાયેલા જોવા મળી રહ્યા છે

ત્યારે આજરોજ ચાણસ્મા ખાતે આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં સ્કૂલના બાળકો દ્વારા ભગવાન રામ ને લગતા વિવિધ પાત્રોની વેશભૂષા કરવામાં આવી હતી તેમજ રામધુન બોલાવી દીપ જલાવવામાં આવ્યો હતો આ પ્રસંગે સેન્ટ મેરી સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ સમગ્ર શાળાનો સ્ટાફ હાજર રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું

રીપોટર . કમલેશ પટેલ . પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here