ચાણસ્માના ધાણોધરડા ગામે આવેલ શનિદેવના મંદિરે ગોસ્વામી સમાજના સમુહલગ્ન યોજાયા.

0
0

૧૧ નવદંપત્તિઓએ પ્રભુતાના પગલા પાડ્યા.

ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામ નજીક આવેલ શનિદેવના મંદિરે આજરોજ ચાણસ્મા તાલુકા દસ નામ ગોસ્વામી મંડળ આયોજિત દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧ નવદંપતીઓએ પ્રભુતાના પગલા માંડ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના સંતો મહંતો તેમજ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશિર્વચન પાઠવ્યા હતા


ધાણોધરડા નજીક આવેલ શનિદેવ ના મંદિરે આજરોજ ચાણસ્મા તાલુકા દસ નામ ગોસ્વામી સમાજના સમુહ લગ્નોત્સવ ચાણસ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય દિલીપકુમાર ઠાકોર તેમજ ડોક્ટર યોગેશાનંદ ગોસ્વામી ( સી.ઇ.ઓ. ગાંધીનગર) ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયા હતા જેમાં દરબાર જાગીર મઠ ના મહંત શ્રી સહિત આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ યોજાયેલ સમૂહ લગ્ન ઉત્સવમાં ૧૧ નવદંપતિઓએ શાસ્ત્રોકત વિધિ મંત્રોચ્ચાર સાથે પ્રભુતાના પગલા માંડ્યા હતા અત્રે યોજાયેલ સમૂહ લગ્ન પ્રસંગે દાતાઓનું તેમજ ઉપસ્થિત મહાનુભાવનું તેમજ સંતો મહંતોનું ભવ્ય સામૈયું કરી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ચાણસ્મા દશનામ ગોસ્વામી મંડળના ગોસ્વામી ગણપતપૂરી શંભુપુરી અધ્યક્ષ શ્રી ચાણસ્મા, ગોસ્વામી રમેશભારતીજી અમૃત ભારતીજી પ્રમુખ શ્રી સોજીત્રા, ગોસ્વામી દિનેશવન બચુવન ઉપપ્રમુખ શ્રી જય માડી મેરવાડા, ગોસ્વામી મહેન્દ્રગીરી કરશન ગીરી મંત્રી શ્રી ધરમોડા સહિતના મોટી સંખ્યામાં મંડળના હોદ્દેદારો તેમજ સમૂહ લગ્નના મુખ્ય હોદ્દેદારો સહિત ગોસ્વામી સમાજના આગેવાનો વડીલો હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા

દિલીપ પટેલ: પાટણ જિલ્લા બ્યુરોચીફ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here