ચાકલીયા માં વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.

0
8

જિલ્લા પંચાયત પ્રમુખ અને ડોક્ટર દ્વારા કરાયુ આયોજન

ચાકલિયાં ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા અને ડોક્ટર સેલ ના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ જશવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદ પર દાહોદ જીલ્લાના છેવાડાના વિસ્તારમાં ચાકલીયા ગામ આવેલું છે. આ ગામના જિલ્લા સભ્ય શીતલકુમારી વાઘેલા હાલમાં જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે સેવા આપે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. નિવૃત્ત ડી.આઇ.જી બીડી વાઘેલા ભીલ સેવા મંડળ ના પૂર્વ પ્રમુખ નરસિંહભાઈ હઠીલા ના અધ્યક્ષ સ્થાને સર્વરોગ નિદાન કેમ્પ ની શરૂઆત કરાઈ હતી દાહોદ જિલ્લાના નિષ્ણાત તબીબોની ટીમ ઉપસ્થિત રહી હતી. સાંસદ જશવંતસિંહ ભાભોર પણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં વાઇરલ ઇન્ફેકશનના રોગો ચાલી રહ્યા હોવાથી છેવાડાના અનેક લોકોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા દ્વારા સમસ્ત કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તબીબોની ટીમ નો સન્માન કરી પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.ફોટો.ચાકલીયા ગામે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે મેડીકલ કેમ્પ યોજાયો હતો જે તસવીરમાં નજરે પડે છે..રિપોર્ટ ..રાહુલ ચરપોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here