2012માં અકસ્માતમાં ઢીંચણ થી માંડી કેડ સુધી ફેક્ચર થયું હોવા છતાં અને સળિયો નાખ્યો હોવા છતાં પણ ૨૦૧૩થી 2021 સુધી પણ ધર્મસ્થાનોની પદયાત્રા અવિરત ચાલુ રાખી આ છે ૬૫ વર્ષીય ચંદ્રુમાણા ના ખેડૂત કાન્તીભાઈ પટેલનો ઈમ્યુનિટી પાવર ચંદ્રુમાણા ગામના ખેતીવાડી કરીને પોતાના પરિવારનું નિભાવ કરતાં કાન્તીભાઈ પટેલ 1995 થી 2021 સુધી અવિરત દર વર્ષે રણુજા કચ્છના આશાપુરા દ્વારકા ચાણસ્મા સાઈબાબા અંબાજી સાહિત્યની 26 વર્ષમાં 40 હજારથી વધારે કિલોમીટરની વિવિધ ધર્મસ્થાનો ની પદયાત્રા કરી પોતાની ધાર્મિક આસ્થાનું આજના વ્યવહારિક જગતના લોકોને ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે 2012માં ચંદ્રુમાણા થી પાટણ જતા અકસ્માતમાં ડાબા પગે ઢીંચણથી કેડ સુધી ફ્રેક્ચર થતાં હાલમાં પણ સળિયા નાખવામાં આવે છે છતાં પણ ધાર્મિક આસ્થાના જોરે આજે પણ વિવિધ ધર્મ સ્થાનોની પદયાત્રા નો પ્રવાહ અવિરત તેઓ ચાલુ રાખે છે તેમણે રણુજા 26 વખત દ્વારિકા પાંચ વખત અંબાજી 20 વર્ષ ચાણસ્મા સાઈબાબા એ 15 વર્ષ બેચરાજી 20 વર્ષ આમ ગુજરાતના વિવિધ ધર્મ સ્થાનોની તેમણે પદયાત્રા થકી પોતાની આસ્થા ના પદ યાત્રા ઓ પૂરી કરી છે.

આવો આસ્થાના પ્રતિક એવા ૬૫ વર્ષીય પદયાત્રી કાંતિભાઈ શું કહે છે ચંદ્રુમાણા મૂળ વતની અને ખેડૂત પરિવારમાં જન્મેલા કાન્તીભાઈ પટેલ નો પરિવાર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો છે તેમનાં માતા હીરા બા પણ ભજન ભાવ ભક્તિ માં તરબોળ રહેતા હતા અને તેમણે પણ ૬૫ વર્ષની ઉંમરમાં અંબાજી પદયાત્રા કરી હતી ગર્ભ ના સંસ્કારો કરતા હોય છે તે અનુસંધાને કાંતિભાઇ પટેલે પણ 1995 સર્વપ્રથમ આદ્યશક્તિ અંબાજી ના શક્તિધામ થી પદયાત્રાનો પ્રથમવાર પ્રારંભ કર્યો હતો ત્યારબાદ રણુજા કચ્છમાં આશાપુરા દ્વારિકા બેચરાજી સહિતની પદયાત્રા કરી હોવાનું જણાવી ભાવુક થયા બાદ તેમણે જણાવ્યું હતું કે 2012માં અકસ્માતમાં ડાભા પગના ઢીંચણ થી અત્યાર સુધી ફેક્ચર થયું હતું કે વર્ષે પણ ગામમાં થી રણૂજા સંગ જતો હતો અને મને વસ્તુ થયું કે એ પ્રભુ હું નહિ આવી શકું કે શું તેમ છતાં માત્ર ત્રણ માસના આરામ બાદ રણુજા જતા પદયાત્રા સંઘ માં હું પણ ફરિયાદી તરીકે જોડાઈને આસ્થાના બળે અઘાર પહોંચ્યો હતો પરંતુ ચાલી ન શકાતા વાહનમાં રણુજા પહોંચ્યો હતો અને ત્યારબાદ ૨૦૧૩થી ફરીથી ધાર્મિક સ્થાનોની પદયાત્રા શરૂ કરી હતી જેમાં 2020 માં તો એક જ વર્ષમાં બે વખત રણુજા એક વખત આશાપુરા અને એક વખત બેચરાજી એમ એક જ વર્ષમાં ૧૫૦૦ કિલોમીટરની પદયાત્રા કરી આ સ્થાન આપણે ધાર્મિક દેવસ્થાનોનાં દર્શન કર્યા હોવાનું જણાવ્યું હતું રસ્તામાં કેવા અનુભવો થતા તો તેમણે જણાવ્યું હતું કે એક વખત 15 વર્ષ પહેલા જ્યારે રણુજા જતા હતા ત્યારે રસ્તામાં પીવાનું પાણી પાસે નહોતું અને ભાદરવાની ગરમી માગી હતી ત્યારે પછી મનમાં ભગવાનનો આપના કહે પ્રભુ પાણીના ચાલી શકાય તેમ નથી ત્યારે અચાનક જ સામેથી કોઈ બેન જાણે લક્ષ્મી અવતાર નું સાક્ષાત્કાર કોઈ આવ્યું હોય અમો સૌ યાત્રીઓ ને પાણી પાઈ અને તરસ છીપાવી હતી બસ બીજું કંઈ જ નહીં ભગવાનની કૃપાથી શરીર સારું છે અને જ્યાં સુધી ભગવાન પર યાત્રા રૂપે ચાલતા તેના સ્થાને લઈ જશે ત્યાં સુધી દઈશું હવે અંતિમ ઈચ્છા એક જ છે કે શિરડી સાઈબાબા દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી ભગવાનની કૃપાથી સામાજિક આર્થિક અને શારીરિક તમામ પ્રકારનું સુખ છે અને ભગવાન સાચવે છે જો ભગવાન આપણને સાચવી તો આપણે તેમને કેમ ભુલાય તેવા શુભ હેતુથી તીર્થસ્થાનો ના દર્શન કરવા માટે પદયાત્રા સંઘ માં જાઉં છું તેમ જણાવ્યું હતું.
કમલેશ પટેલ
BG News
ચાણસ્મા ( પાટણ)