ઘી. દામાંવાસ ગ્રુપ ગ્રામ પંચાયત ના વિસ્તારમાં આવેલા શિલવાડ ગામ માં ગંદકી નું સામ્રાજય

0
10

ખેડબ્રહ્મા તાલુકાના દમાંવાસ ગ્રામ પંચાયત ના વિસ્તારમાં આવેલા શિલવાડ ગામ માં સામાંન્ય વરસાદી વરસતા ઠેરઠેર પાણી ભરાઈ રહેતા કાદવ કીચડ અને અતિશય ગંદકી ફેલાઈ છે. ગામમાં રસ્તાઓ તો દેખતા જ નથી જ્યાં જૂઓ ત્યાં કાદવ કીચડ જ જોવા મળે છે. જો આ ગંદકી નો ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ તલાટી દ્વારા યોગ્ય નિકાલ કરવામાં નહિ આવે તો મચ્છરનો ઉપદ્રવ વધવા થી મેલેરિયા જેવી બીમારીઓ ગામમાં ફેલાવાની શક્યતા છે. જેમ હાલ આખું વિશ્વ કોરોના મહામારી માંથી પસાર થઇ જ રહું છે. તેવા સમયે આવી ગંદકી થી મેલેરિયા તેમજ ટાઈફોઈડ જેવા રોગો થાય તેમાં કોઈ શંકા નથી. શિલવાડ ગામમાં આજની ૨૧ મી સદીમાં પણ પાયાની જરૂરિયાત જેવી ગટર યોજના ની પણ વ્યવસ્થા નથી.ત્યારે અહીંથી અવરજવર કરતા ગ્રામજનો ને પણ કાદવ કીચડ માથી નાકના ટેરવા દબાવી ને પસાર થવું પડે છે તો ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે સફાઈ વેરો પણ લેવામાં આવે છે તે છતાં પણ ગામમાં કોઈ જ સફાઈ કરવામાં આવતી નથી.અને હાલ તો તંત્ર ગામમાં કોઈ મોટો રોગચાળો ફેલાવાની રાહ જોઈ ને બેઠું હોય એમ લાગી રહ્યું છે.

બિપિન જોષી .ખેડબ્રહ્મા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here