ગોધરા પોલીસે ગોધરા તાલુકાના ચુંદડી ગામે પીકઅપ સ્ટેન્ડ હાઈવે રોડ ઉપરથી સૂકા ગાંજાનો જથ્થો પકડી પાડયો

0
108

એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી પંડ્યા તથા એસ.ઓ.જી પોલીસ સ્ટાફ ગોધરા તાલુકાના ચુંદડી ગામે પીકઅપ સ્ટેન્ડ પાસે હાઈવે રોડ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક બોલેરો પીકપ સફેદ કલરની ગાડી જેનો નંબર GJ-20-5522 આવતા તેને ચેક કરતા કેબિન ના ભાગમાં ત્રણ ઈસમો બેઠેલા હતા અને તેઓ પોલીસ ને જોઈ ને પરસેવા છૂટતા અને ગભરાઈ ગયેલા હતા જેથી પોલીસને શક જતાં બોલેરો ગાડીની ચેકિંગ હાથ ધરતા એક ઠેલામાં સુકો ગાંજો મળી આવ્યો હતો જેનુ વજન 100.80 કિલોગ્રામ મળી આવ્યો હતો જેની કિંમત 1,00,800 રૂપિયા થાય છે તથા બોલેરો પીકપ ગાડીની કિંમત રૂપિયા 3,50,000 તથા મોબાઈલ નગ 3 તથા 1600 રૂપિયા રોકડા મળીને ફુલ રૂપિયા 4,60,900 ના મુદ્દામાલ સાથે આરોપી (1) પ્રદીપભાઈ ચેતનભાઈ મકવાણા. ઉંમર:22 રહે.ગુણા મુવાડી ફળીયુ,તા દેવગઢ બારીયા જી. દાહોદ(2) કનુભાઈ સનાભાઇ વાઘેલા ઉમર:37 રહે.ચકલાસી દેવકાપુરા ફળીયુ.તા – નડિયાદ જી.ખેડા તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર આરોપીને પકડી પાડવામાં એસ.ઓ.જી પોલીસ સફળ રહી હતી.

રીપોર્ટર: જીતેન્દ્ર નાથાણી, ગોધરા (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here