ગોધરા તાલુકાના બખ્ખર ગામ ના રહીશ ને સરકાર દ્વારા સહાય આપવામાં આવી

0
7

પંચમહાલ

ગોધરા તાલુકાના બખ્ખર ગામના શ્રીમતી કંનચબેન મોહનભાઇ બારીઆ નું હાલમાં આવેલ વાવાઝોડા માં ઝાડ પડવાથી મરણ પામેલ હતા. જેમના પરિવારના આવેલ કુદરતી આફત સામે સહાય મળે તે માટે જિલ્લા પંચાયત, પંચમહાલના દંડક શ્રી અરવિંદ સિંહ પરમાર દ્વારા સરકાર શ્રી અને સ્થાનિક વહિવટ તંત્રને રજુઆત કરતા લાભાર્થી ના કટુબીજનોને રૂપિયા 2,00,000 લાખની માતબર સહાય મંજુર કરવામા આવી.

આજ રોજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના મામલતદારશ્રી પ્રતીક સંઘાડા અને શ્રી એ.બી. પરમાર દંડક ના વરદ હસ્તે અસરગ્રસ્ત લાભાર્થી ના પતિ શ્રી મોહનભાઇ બારીઆને બે લાખનો ચેક આપવામાં આવેલ છે.
લાભાર્થીના કુટુંબીજનોએ જિલ્લા વહીવટી તંત્ર અને સરકારશ્રી અને ઓરવાડા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીનો આભાર માનેલ છે.

રીપોર્ટ…… જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here