ગોધરા ખાતે ગુજરાત સિંધી સારસ્વત બ્રાહ્મણ સમાજ ની કારોબારી કમિટી ની મિટિંગ યોજાઈ

0
32

રવિવાર ના રોજ “અખિલ ગુજરાત સિંધી સારસ્વત બ્રાહ્મણ સમાજ” ની કારોબારી કમિટી ની મિટિંગ યોજાઈ હતી જેમાં પ્રમુખ શ્રી પરશુરામ શર્મા એ નવા પદો જાહેર કર્યા જેમાં “અખિલ ગુજરાત સિંધી સારસ્વત બ્રાહ્મણ સમાજ” ના ચેરમેન પદે શ્રી જગદીશ શ્રીધર શર્મા ઉપ પ્રમુખ કિશોર ટી શર્મા તથા કારોબારી માં તમામ નવા પદો ની જાહેરાત કરી અન્ય એક તકરાર નિવારણ કમિટી ની પણ જાહેરાત કરી આ સંમેલન નો હેતુ છોકરી છોકરાઓ ના લગ્ન સગપણ સમાજ માં થાય અને જલ્દી થાય એ હેતુ થી વર્કિંગ કમિટી ની મિટિંગ બોલાવી તમામ બ્રાહ્મણો ને સૂચન આપ્યા. “અખિલ ગુજરાત સિંધી સારસ્વત બ્રાહ્મણ સમાજ” ની કારોબારી માં ગુજરાત માં ખૂણે ખૂણે થી આવેલ બ્રાહ્મણો અમદાવાદ, આનંદ, ડીસા, કપડવંજ, ગાંધીધામ, વલસાડ, કેશોદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, શહેરા તથા ગોધરા ઉપરોક્ત તમામ ગામો માંથી બ્રહ્મ સમાજ આવેલ. તથા સંસ્કાર દર્શન પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું જેમાં શુભ તથા શોક પ્રસંગો ના વિધિ વિધાન શ્લોક સાથે ઉલ્લેખ છે. અને કોરોના માં ગુજરી ગયેલ બ્રાહ્મણો ને શ્રદ્ધાંજલિ આપવા માં આવી , અને બ્રાહ્મણ પંચાયત ફક્ત સમાજ માટે નહીં પર દેશ માટે બી કામ કરે છે જે જણાવતા બધા બ્રાહ્મણો ને વેકસીનેશન કરવા આપીલ કરાઈ અને કોરોના નિયમો ને લઈ બ્રાહ્મણો બધાંમાં જાગૃતતા લાવે તે માટે અહેવાલ આપવા માં આવ્યું. બ્રાહ્મણો ના છોકરા છોકરીઓ નું શિક્ષણ વધે તે બાબતે સૂચનો આપ્યા પ્રોગ્રામ માં હજાર રહેલ

રિપોર્ટર:જીતેન્દ્ર નાથાણી,ગોધરા (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here