ગોધરા ખાતે આવેલી અંશવિલા સોસાયટીમાં ગરબાનું સુંદર આયોજન જોવા મળી રહ્યું છે

0
27

ગોધરા નગર મા આવેલ અંશવિલા સોસાયટીમાં શેરી ગરબા નો રંગ જામવા લાગ્યો છે. ગોધરા આવેલ અંશવિલા સોસાયટી ખાતે ગોધરા ના ધારાસભ્ય શ્રી સી.કે રાઉલજી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ કૂ. કામિનીબેન સોલંકી. તેમજ ગોવિંદી ના સરપંચ શ્રી રમેશભાઈ દ્વારા સોસાયટીમાં આરતી નો લાવો લઈ ધન્યતા અનુભવી. તેમજ અંશવિલા સોસાયટી ના રહીશો મહીલાઓ.પુરુષો અને બાળકોએ ખૂબ ઉત્સાહભેર ગરબે ગુંમતા જોવા મળ્યા. ગોધરા માં ઘરબાની રમઝટ જોવા મળી રહી છે.. સોસાયટીના નાના ભૂલકાઓ પણ મોડા સુધી ગરબે ઘુમતે જોવા મળ્યા. સ્ત્રીઓ પરંપરાગત ડ્રેસ પહેરી અને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ગુમતી જોવા મળી. અંશવિલા સોસાયટીના રહીશો દર વર્ષે આ રીતે ગરબાનું આયોજન કરે છે. ગત વર્ષે કોરોના માં સરકારે મંજૂરી આપેલ ન હોવાથી આ વર્ષે સરકારે શેરી ગરબાનું આયોજન કરવાની છૂટ આપેલ છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ કોરોના ની ગાઈડલાઈન નું પાલન પણ કરવામાં રહી આવી રહ્યું છે.

રીપોર્ટ જીતેન્દ્ર ઠાકર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here