ગેર કાયદેસર કોલ સેન્ટર ચલાવી રૂપિયા પડાવતી ટોળકી ને ઝડપી પાડતી અડાલજ પોલીસ

0
21

અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તાર માં મિલ્કત સંબંધી ગુન્હા બનતા અટકાવવા તથા બનેલ ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના મુજબ અડાલજ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એચ. સિંઘવ ના માર્ગદર્શન હેઠળ અડાલજ પોલીસ સ્ટેશન ના પો. સબ ઇન્સ્પેક્ટર એમ. જે. સિંદે તથા એ.એસ આઈ નરેન્દ્ર કુમાર ગણપત લાલ તથા એ. એસ.આઈ અમરતભાઈ ગાંડાભાઈ તથા હેડ. કૉ.ભરતભાઈ વરવાભાઈ તથા અ. પો. કૉન્સ.રાહુલભારતી વિક્રમભારતી તથા અ. પો. કૉ.તથા આશિષકુમાર ધીરુભાઈ તથા અ. પો. કૉ.કુલદીપસિંહ દિલીપસિંહ તથા વિજયસિંહ રઘુવીરસિંહ વગેરે સ્ટાફ ના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન સાથેના અ. પો. કૉ.મિલિનકુમાર રમેશભાઈ ને ખાનગી રાહે હકીકત મળેલ કે સુઘડ ગમે બાલાજી અગોરા મોલની પાસળ ના ભાગે આવેલ બાલાજી અગોરા રેસીડેન્સી માં બ્લોક નં -એમ -03 ફ્લેટ નં – 09 માં પીનાંક ઉર્ફે પ્રિન્સ અશોકભાઈ ગુપ્તા તથા મેહુલ મહેરિયા નામના બે માણસો કેટલાક ઈસમોનો કમિશન ઉપર રાખી હાર્ડવેર ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ધરાવી સોફ્ટ દસ્તાવેજો જેવા કે લીડ /ડેટા (અમેરિકન નાગરિકો ની હકીકત ) તેમજ ગેરકાયદેસર કોલિંગ માટે જરૂરી રહેતી સ્ક્રિપ્ટ મેળવી તે તમામ આધારે અમેરિકન નાગરિકોને કોલ કરી લોન આપવાની જુદી જુદી વેરિફિકેશન વાતચીત કરી તયાર બાદ પ્રોસેસિંગ ફી આપવા ની વાત કરી જે પ્રોસેસિંગ ફી પેટે ગૂગલ પે નમ્બર આધારે નાણાં એકાઉન્ટ માં મેળવી છેતરપિંડી ની પ્રવુતિ કરી રહેલ છે જે બાતમી હકીકત આધારે સદર જગ્યા એ જઈ રેડ કરતા નીચેના આરોપીઓ ને પકડી પાડેલ છે.

1) પીનાંક ઉર્ફે પ્રિન્સ અશોકભાઈ મુન્શીલાલ ગુપ્તા 22 વર્ષ રહે એ -14 હરિઓમ સોસાયટી ડિ માર્ટ સામે, બાપુનગર અમદાવાદ
2) મેહુલ સ /ઓ મહેન્દ્રભાઈ મોતીભાઈ મહેરિયા વર્ષ 22 રહે -શીતલનગર, ટીબી હોસ્પિટલ ની સામે, નરોડા રેલ્વે ક્રોસિંગ, નરોડા અમદાવાદ મૂળ રહે. સાંકડી તા – વઢવાણ, જી -સુરેન્દ્રનગર
3) અભી સ /ઓ બિપીનકુમાર વશરામભાઇ દેસાઈ ઉંમર -25 રહે -સી -17 અક્ષરધામ ઇન્ટરસિટી,ડિમાર્ટ સામે બાપુનગર અમદાવાદ
4) દીપુ ઉર્ફે દિપક ઉર્ફે માઈક પાપાચંદ ટંડન ઉ -34 રહે -મ- નં 11 સ્વામિનારાયણ પાર્ક, બાપાસીતારામ ચોક નવા નરોડા કૃષ્ણનગર અમદાવાદ
5) એઝઝ સ /ઓ અહેમદભાઈ ઇસ્લામભાઈ મુલતાની ઉ -34 રહે -સુડવેલ સોં.કોઠારીયા રોડ,જૈન દેરાસર ની સામે,વઢવાણ સુરેન્દ્રનગર
6) પાર્થ સ /ઓ મયુરભાઈ ચંદ્રકાન્તવ્યાસ ઉ -21 રહે -33 ન્યુ આશાપુરી સોં.અનીલસ્ટા રોડ બાપુનગર અમદાવાદ
7) ઉમંગ સ /ઓ દિનેશભાઇ નવીન્ચન્દ્ર સોલંકી ઉં -25 રહે -26 જયઆશાદીપ,મ્યુન્સિપલ બગીચા ની સામે ખોખરા અમદાવાદ
વોન્ટેડ આરોપી
1) દીપેશ શ્રી રામ રહે -શીંગરવા નગરપાલિકા પાસે, અમદાવાદ

પોલીસ રેડ દરમ્યાન નીચે મુજબ ની વસ્તુ કબ્જે કરેલ છે.

1) લેપટોપ નગ – 5 કુલ કિંમત 75,000/
2 )મોબાઈલ ફોન નંગ 7- કુલ કિંમત 80,000/
3) 4 ટુ – વિલહર મો.સા.કુલ કિંમત -1,40,000 /
4 ) લેપટોપ ચાર્જર નંગ – 5 તથા જીટીપીલ કંપનીનું રાઉટર નંગ 1 તથા માઉસ નંગ -1 તમામ ની કુલ કિંમત રૂ.2000/ મળી કુલ કિંમત રૂપિયા 2,97,000 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here