ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યએ વારાહી ખાતે પાબુદાદાના દર્શન કર્યા

0
6


……………………….
વિધાનસભા અધ્યક્ષશ્રીએ કુળદેવશ્રી પાબુદાદાના મંદિરે સપરિવાર આશીર્વાદ મેળવ્યા

ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યએ વારાહી ખાતે આચાર્ય પરિવારના કુળદેવશ્રી પાબુદાદાના મંદિરે સહપરિવાર દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ડૉ.નીમાબેન આચાર્યએ પાબુદાદાના મંદિરમાં શ્રધ્ધા અને ભક્તિભાવપૂર્ણ રીતે આરતી કરી હતી. તેમજ મંદિર પરિસરમાં ચાલી રહેલ યજ્ઞના દર્શન કરી આહુતિ આપી હતી.
વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યએ શ્રી વિજય રામસૂરીશ્વરજી આરાધના ભવન ખાતે આવેલ આશરે સો વર્ષથી પણ વધુ પ્રાચીન જૈન દેરાસરની મુલાકાત લઈ દર્શન કર્યા હતા. તેઓએ વારાહીમાં આવેલ નરસિંહજી મંદિર ખાતે પણ પરિવાર સાથે પૂજા અર્ચના કરી હતી.
ડૉ.નીમાબેન આચાર્યએ મંદિરમાં પગપાળા દર્શન કરવા જતી વખતે વેપારીઓ અને નગરજનો સાથે સહજ સંવાદ પણ કર્યો હતો. શ્રી આચાર્ય (લોહાણા) કુળદેવ પાબુદાદા સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને તેઓને પ્રસાદ અર્પણ કર્યો હતો. તેમની આ મુલાકાત દરમિયાન રાધનપુર પ્રાંત અધિકારીશ્રી નિર્ભય ગોંડલિયા, મામલતદારશ્રી તથા  સમાજના જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોટર. કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here