ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા 13 માં તેજસ્વી તારલા સન્માન સમારોહ યોજાયો….

0
22

રાધનપુર તાલુકાના ભાડિયા ગામે આજ રોજ ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તેરમા તેજસ્વી તારલા ઓ નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલા તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ નીરવુત કર્મચારી તેમજ નવી નિમણુક પામેલ કર્મચારી તેમજ સંથાં ના હોદેદારો તેમજ તેજસ્વી તારલા કમિટી ના ભાઈઓ ને આજ રોજ ચાંદીના સિક્કા તેમજ સિલ્ડ અને ડોક્યુમેન્ટ ફાઈલ અને પુસ્તક નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રાધનપુર તાલુકાના ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ તેમજ ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતે સેવા આપતા કરશન ગુરુ મહારાજ તેમજ વિજયભાઈ ચક્રવતી તેમજ રત્નાભાઈ ચાચાની ટોટાણા તેમજ રાધનપુર તાલુકાના ચેરમેન શ્રી ગીતાબેન રમેશભાઈ પરમાર તેમજ રવિધામ ટ્રસ્ટ શ્રી વિનોદભાઈ તેમજ ઉતર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ ના કમિટી સભ્યો તેમજ તમામ રોહિત સમાજના ભાઈઓ તેમજ રોહિત સમાજના આગેવાનો યુવાનો વડીલો નું બાલિકા ઓ દ્વારા સ્વાગત ગીત રજુ કરી અને કંકુ તિલક કરી ડિસ્ટન્સ રાખી માસ્ક પહેરીને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. જેમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર ગુજરાત રોહિત સમાજ ના સેવા ભાવિ વસ્તુ ઓ ના દાતા શ્રી ઓ નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર કાંકરેજ બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here