ગુજરાત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સૌરાષ્ટ્ર સંભાગ નો અભ્યાસ વર્ગ યોજાયો

0
10

*સૌરાષ્ટ્ર સંભાગ અભ્યાસ વર્ગ
શ્રી ભારતી આશ્રમ, ભવનાથ તળેટી . જુનાગઢ માં યોજવામાં આવ્યો

આજરોજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સૌરાષ્ટ્ર સંભાગના 11 જીલ્લાના પ્રાથમિક/માધ્યમિક સંવર્ગોના મુખ્ય અપેક્ષિત હોદ્દેદારો નો અભ્યાસ વર્ગ પૂજ્ય મહાદેવ બાપુ ના આશિર્વાદ સાથે પ્રારંભ થયો તારીખ 1 અને 2 જાન્યુઆરી ના બે દિવસે કુલ અલગ આ 10 સત્રોમા સંગઠનના ઉપસ્થિત 205 બસો પાંચ હોદ્દેદારો ને વિવિધ વક્તા ઓ દ્વારા સંગઠન, સમાજ, બાળક,સમાજ અને સાથે સાથે શિક્ષણ ના નવિન તરાહ,રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેવા વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે


માર્ગદર્શન આપવા માટે માન.કીશોરભાઈ મુગલપરા,માન.મહેશભાઈ જીવાણી,કનુભાઈ કરકર, મોહનજી પુરોહિત, કુલદીપ સિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ સરવૈયા સહિત સંગઠન ના ગુજરાતના હોદેદારો ભીખાભાઇ પટેલ, ઘનશ્યામ ભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, રતુભાઈ ગોળ,પલ્લવી બેન પટેલ ઉપસ્થિત રહેશે સમગ્ર ગુજરાતમાં સૌથી મોટું શિક્ષક સંગઠન બનેલું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સૌરાષ્ટ્ર સંભાગના હોદ્દેદારો અભ્યાસ વર્ગ સંપન્ન થયા બાદ નવી ઉર્જા સાથે અનુશાસન યુક્ત સંગઠન ના કાર્ય વિસ્તાર માટે કામે લાગશે સૌરાષ્ટ્રના ઉપરોક્ત અભ્યાસ વર્ગને સફળ કરવા માટે જુનાગઢ ના જીતુભાઇ , સુરેશભાઈ અને જુનાગઢ જીલ્લા હોદ્દેદારો ની ટીમે સુંદર વ્યવસ્થા કરી રહ્યા છે વિશાળ સંખ્યામાં માતૃશક્તિ સહિત ઉપસ્થિત હોદ્દેદારો સંપૂર્ણ બે દિવસ સંગઠન ને સમર્પિત બની અભ્યાસ વર્ગને સફળ બનાવી રહ્યા છે

રીપોર્ટ… જીતેન્દ્ર ઠાકર (પંચમહાલ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here