ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પાટણ જિલ્લા લીગલ એડવાઈઝર તરીકે મુકેશભાઈ વી પટેલની વર્ણી કરાઈ.

0
0

સમગ્ર ગુજરાત રાજ્યમાં પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાચા આપતું સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેલાવો ધરાવતું સંગઠન છે જ્યારે તેની અંદર સમગ્ર જિલ્લા લેવલે તેમજ તાલુકા લેવલે પત્રકારો જોડાયેલા છે ત્યારે પત્રકારોને પણ કેટલીક જગ્યાએ એડવાઈઝર ની જરૂર પડતી હોય છે ત્યારે આજરોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના લીગલ એડવાઈઝર ની નિમણૂક કરવામાં આવી હતી જેમાં પ્રદેશના તેમજ જિલ્લાના હોદ્દેદારો દ્વારા સન્માન કરી વિવિધ મોમેન્ટો આપવામાં આવી હતી
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદમાં પાટણ જિલ્લા લીગલ એડવાઈઝર તરીકે મુકેશભાઈ વી પટેલની નિમણૂક કરવામાં આવતા આજરોજ પ્રદેશ હોદ્દેદારો તેમજ પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા તેઓનું સન્માન કરી વિવિધ મોમેન્ટો આપી તેઓને આવકાર્યા હતા તેમજ નિમણૂક પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રદેશ હોદ્દેદારો તેમજ પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશભાઈ વી પટેલ તેઓ છેલ્લા કેટલાય સમયથી વકીલાતની સાથે સાથે વિવિધ સેવાકીય સંગઠનો જેવા કે કિસાન મોરચો ભારતીય જનતા પાર્ટી ચાણસ્મા તાલુકા પ્રમુખ તેમજ બીજા અન્ય સંગઠનો સાથે છેલ્લા કેટલાય સમય થી જોડાઈ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા આવ્યા છે ત્યારે તેઓની વધુ એક આજરોજ પત્રકાર એકતા પરિષદના પાટણ જિલ્લા લીગલ તરીકે તેઓએ ખુશી વ્યક્ત કરી હતી તેમજ આ પ્રસંગે પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદા દ્વારા ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવી હતી

અહેવાલ : કમલેશ પટેલ : પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here