ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અસંગઠિત શ્રમયોગીઓ માટે U – Win કાર્ડને વિનામૂલ્યે કલોલ ખાતે આપવામાં આવી રહ્યું છે.

0
26

ગુજરાત રાજ્ય દ્વારા શ્રમિકો ને વિવિધ લાભો મળી રહે તે માટે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અસંગઠિત શ્રમિકો માટે શ્રમયોગી U-Win કાર્ડ વિનામૂલ્યે સી.એસ.સી સેન્ટર ખાતે કાઢી આપવામાં આવી રહ્યું છે.

પણ શ્રમિકો દિવસ દરમિયાન તેમના કામ અર્થે ગયેલ હોવાને કારણે તે કોને આ કાળ કાઢવા માટે પુરતો સમય ન મળતો હોવાના કારણે તે સરકારશ્રીના લાભથી વંચિત રહેતા હતા.

જેને લઇને કલોલ તાલુકાના સી.એસ.સી સેન્ટર ના મિતુલ નટવરલાલ પટેલ અને કૌશલ સોની એ નાઈટ કેમ્પનું આયોજન કરીને કલોલ કલ્યાણપુરા ના વિસ્તારમાં રહેતા શ્રમિકો માટે સાંજે 7 થી 12 વાગ્યા સુધી શ્રમિકોને વિનામૂલ્ય શ્રમયોગી કાર્ડ કાઢવાનું બીડું ઝડપી ને શ્રમિકોને તેના લાભ મળે તે માટે કવાયત હાથ ધરી હતી.

જેથી કલ્યાણપુરા વિસ્તારમાં રહેતા શ્રમિકોને તેનો લાભ મળી રહે.

સંજય નાયક
કલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here