ગુજરાત માધ્ય.અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતર્ગત જુનાગઢ ખાતે બેઠક યોજાઈ.

0
8

જુનાગઢ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની સંયુક્ત ચૂંટણી સભા યોજાઈ ગઈ.*આવતી ૨૫ નવેમ્બરનાં રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાવાની છે તે સંદર્ભે જૂનાગઢ જિલ્લા ઘટક સંઘ દ્વારા સોરઠ ઇન્ટરનેશન સ્કૂલ ખાતે સભા યોજવામાં આવેલ.

જેમા ગુજરાત રાજ્ય મહામંડળમાંથી બંને સંઘના પ્રમુખશ્રી તથા મહામંત્રીશ્રી સાથે બંને સંવર્ગના મહામંડળના માન્ય અને સત્તાવાર ઉમેદવાર જેમાં ઉચ્ચતર માધ્યમિકના મુકેશભાઈ પટેલ તેમજ માધ્યમિકના હસમુખભાઈ પટેલ હાજર રહી ચૂંટણી સંબંધિત બાબતે વાત કરતાં પોતે સંગઠનના માળખામાં રહીને શિક્ષણના હીતના તમામ પ્રશ્નો પરત્વે કાળજી લઈ શિક્ષક અને શિક્ષણના હીતમાં કામ કરવાની ખાતરી આપી હતી. રાજ્ય ઉચ્ચ. માધ્ય. મહામંડળના પ્રમુખશ્રી ભરતભાઈ પટેલે ખુબજ આગવી શૈલીમાં મહામંડળે કરેલ ઉત્તમ કામગીરી અને પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી. તેમજ રાજ્ય માધ્યમિકના પ્રમુખશ્રી દિનેશભાઈ ચૌધરી દ્વારા ઘણી વહીવટી સમજ આપવામાં આવેલ. બંને પ્રમુખશ્રીઓ દ્વારા ઉમેદવારશ્રી મુકેશભાઈ પટેલ અને હસમુખભાઈ પટેલને જીતાડવા માટે આહવાન કરેલ જે હાજર તમામ શિક્ષક ભાઈ બહેનોએ આ વાતને વધાવી લીધેલ.આ કાર્યક્રમમાં ઉચ્ચતર માધ્યમિક જૂનાગઢ જિલ્લાના પ્રમુખશ્રી વેજાભાઇ પિઠીયા તથા માધ્યમિકના પ્રમુખ નિલેશભાઈ સોનારા એ સ્વાગત પ્રવચન સાથે કેશોદ, વિસાવદર અને જુનાગઢ આ ત્રણેય બુથ ખાતે ૧૦૦ ટકા મતદાન કરી બંને ઉમેદવારોને જીતાડવા સારસ્વત મિત્રો સાથે ખાત્રી આપી હતી. આભારવિધિ માધ્યમિકના મહામંત્રી શ્રી ચાવડા સાહેબે કરેલ. શ્રી ગોપાલભાઈ છાત્રોડીયાએ કાર્યક્રમનું સફળ સંચાલન કરેલ.આજની આ મિટિંગની સફળતા માટે જિલ્લા સંઘના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી. જેમાં ખુબજ મોટા પ્રમાણમા શિક્ષક ભાઈ બહેનો તેમજ તમામ હોદ્દેદાર મિત્રોએ હાજરી સાથે સંઘના માન્ય ઉમેદવારશ્રી મુકેશભાઈ અને હસમુખભાઈને જીતાડવા માટે કટિબદ્ધતા બતાવી હતી.તદુપરાંત માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિકમાં અંગ્રેજી વિષય પાઠ્યપુસ્તકમાં ક્યુ આર કોડ માં કામ કરેલ રાજેશભાઈ જેઠવા, પૂર્વેશભાઈ પાવાગઢિ, સ્નેહલભાઈ મહેતા વગેરે પાંચ શિક્ષકોને પ્રશસ્તિ પત્ર આપી સન્માનીત કરેલ હતા.

વસીમખાન બેલીમ ..માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here