ગુજરાત માં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટ બેઠકમાં કોરોના મૃતક પરિવારને રૂ.4 લાખની સહાય નો ઠરાવ કરવામાં આવશે..

0
5

પાટણ કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું..

કોરોના માં મૃત્યુ પામેલા સ્વજનના પરિવારજનો રૂ 50 હજારની મૃત સહાય નાં બદલે રૂ.4 લાખ ચૂકવવા માગ કરાઈ..

પાટણ તા.7
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના આદેશ અનુસાર કોરોનામાં મૃત્યુ પામેલા સ્વજનોના પરિવાર ને સરકાર દ્વારા અપાતી રૂ.50હજારની સહાયના બદલે રૂ.4 લાખની આર્થિક સહાય મળે તેવી માંગ સાથે ગુજરાત ભરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે શુક્રવારના રોજ પાટણ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના કનસડા દરવાજા થી રેલી સ્વરૂપે નિકળી પાટણ મામલતદાર કચેરી ખાતે સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
પાટણ કોંગ્રેસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય ડો કિરીટ પટેલ,પાટણ જિલ્લા કોંગ્રેસ નાં પ્રભારી ગજેન્દ્રસિંહ રહેવર, રાજેન્દ્ર પરમાર સહિતના આગેવાનો જોડાયા હતા અને મામલતદાર ને આવેદનપત્ર આપી કોરોના માં મૃત્યુ પામેલા સ્વજનના પરિવારજનો ને સરકાર દ્વારા ચુકવવામાં આવતી રૂ 50 હજારની મૃત સહાય ની જગ્યાએ રૂ.4 લાખની સહાય ચુકવવા અને આ સહાયમાં રૂ.3 લાખ કેન્દ્ર સરકાર અને રૂ.1 લાખ રાજય સરકાર નાં મળી કુલ રૂ 4 લાખની સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી સાથે સાથે ગુજરાત માં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ પ્રાયોરિટી કોરોના માં મૃત્યુ પામેલા સ્વજનો ને રૂ.4 લાખની મૃત્યુ સહાય નો નિર્ણય કરશે તેવી મૃતકોના સ્વજનો ને કોંગ્રેસ નાં આગેવાનો એ ખાતરી આપી હતી.
કોંગ્રેસ દ્વારા આયોજિત આ રેલી સહિતના આવેદનપત્રના કાયૅક્રમ માં શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ, લલીતભાઈ પટેલ, ભાવિક રામી,ભૂરાભાઈ સૈયદ, હરેશભાઈ બારોટ, મહિલા કોંગ્રેસનાં સીતાબેન પ્રજાપતિ, ભૂમિ પટેલ સહિત આગેવાનો,કાયૅકરો જોડાયા હતાં.
રીપોટર.કમલેશ પટેલ. પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here