ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે કરી જૂનાગઢ જિલ્લા કાર્યાલય ની શુભેચ્છા મુલાકાત કરી

0
7

જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ દ્વારા કરાયું સ્વાગત

પ્રદેશ અધ્યક્ષ નાં આગમનને લઈ જીલ્લા અને મહાનગર નાં પ્રમુખ અને હોદ્દેદારો પણ રહ્યા હાજર

જૂનાગઢ તા.૨૯

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી ગઈ કાલે સોમનાથ દાદાના દર્શન અર્થે કેશોદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા, એ વેળાએ એમનું જીલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ,દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરાયું હતું, બાદમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી વાહન માર્ગે સોમનાથ દાદાના ચરણમાં શીશ ઝુકાવી પૂજન અર્ચન કર્યું હતું બાદમાં રાત્રી રોકાણ બાદ આજ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય દીનદયાલ ભવન ખાતે આવી પહોંચ્યા હતા, જે વેળાએ જીલ્લા અધ્યક્ષ કિરીટપટેલ,સાંસદ રાજેશ ચુડાસમા,મહાનગરના અધ્યક્ષ પુનીત શર્મા, મહામંત્રી ભરતભાઇ શિંગાળા લલીતભાઈ સુવાગીયા,જીલ્લા મંત્રી ચંદુલાલ મકવાણા, શહેર યુવા પ્રમુખ મનન અભાણી,સહિત જિલ્લા અને મહાનગર નાં હોદ્દેદારો દ્વારા પુષ્પ ગુચ્છ આપી પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજીનું સ્વાગત કરાયું હતું બાદમાં જિલ્લા કાર્યાલય ખાતેની મુલાકાત કરી કાર્યાલય પર થતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, એ વેળાએ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ સાહેબજી નો ડ્રીમ પ્રોજેક્ટ પેઈજ કમિટી ને લઈને જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ દ્વારા તૈયાર કરાયેલ જૂનાગઢ જિલ્લાની પેઈજ કમિટી અંગેની ફાઈલો નું જાત નિરીક્ષણ કર્યું હતું, અને કામગીરીથી પ્રભાવિત થયા હતા, આમ સી.આર.પાટીલ સાહેબ જૂનાગઢ જિલ્લા ભારતીય જનતાપાર્ટી કાર્યાલયની શુભેચ્છા મુલાકાત કરીને જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલનાં નેતૃત્વમાં થતી કામગીરી થી અભિભૂત થયા હતા

વસીમખાન બેલીમ ..માંગરોળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here