ગુજરાત નું પ્રથમ એવું ગામ જ્યાં નવરાત્રી માં પ્રથમ રાષ્ટ્રગીત ગવાય છે..

0
13

વડાલી તાલુકા ના ભંડવાલ ગામે રાષ્ટ્ર ગાન થી નવરાત્રી નો પ્રારંભ થાય છે.

વડાલી તાલુકા ના ભંડવાલ ગામે નવરાત્રી યુવક મંડળ નો અનોખો પ્રયાસ..

નવરાત્રી માં પ્રથમ સામુહિક રાષ્ટ્ર ગાન ગવાય છે પછી માતાજી ની આરતી..
દેશ ભક્તિ અને માતૃશક્તિ નો થાય છે સમન્વય..
નવરાત્રી મંડળ ના 13 પાટીદાર કમિટી સભ્યો નો અનોખો વિચાર..

ગુજરાત માં નવરાત્રી માં પ્રથમ પ્રયોગ કરનાર ગામ એટલે ભંડવાલ…નરેશ પટેલ.. સરપંચ અને ડિરેક્ટર..માર્કેટયાર્ડ., વડાલી

ગામ ના યુવા સરપંચ અને માર્કેટયાર્ડ ના ડિરેક્ટર નરેશ પટેલ તમામ ઉત્સવો માં નવું કરવા ટેવાયેલા છે..

વડાલી તાલુકા ભંડવાલ ગામે સમગ્ર દેશ માં પ્રથમ કહી શકાય તેવો અનોખો વિચાર અનોખો પ્રયોગ અને તે પણ સફળ.નવરાત્રી ના પ્રથમ દિવસે જ પહેલા ગામ ના તમામ ભાઈઓ બહેનો અને બાળકો તથા વડીલો અને આગેવાનો ની સાથે કમિટી સભ્યો સહિત સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત થઈ શિસ્ત બદ્ધ રીતે રાષ્ટ્ર ગીત સમૂહ માં ગવાય છે ત્યાર પછી પાટીદારો ની કુળદેવી ઉમિયા માતાજી સહિત માં.ની આરતી પણ સમૂહ માં ગવાય અને ઉતારાય છે.ઝગમગ દિવડા વચ્ચે સામુહિક આરતી નું દ્રશ્ય ખરેખર એક વખત જોવા જેવું છે.ભંડવાલ ગામ ના સરપંચ અને હમણાં થોડા દિવસો પહેલા માર્કેટયાર્ડ માં ચૂંટાયેલા નરેશ પટેલ ના વડાલી તાલુકા માં પોતાના ગામ માં પ્રથમ કંઈક નવું કરે છે અને ત્યાર બાદ તાલુકા ના તમામ ગામો માં અનુકરણ થાય છે.આમ બનાસ ગૌરવ ના પ્રતિનિધિ સાથે વાત કરતા નરેશ પટેલે જણાવ્યું હતું કે મારા ગામ ના નવરાત્રી યુવક મંડળ ના સભ્યો અમૃત ભાઈ પટેલ તથા વિનોદભાઈ તથા કમલેશ ભાઈ તથા ભગવાન ભાઈ તથા ગોપાલ ભાઈ તથા વિજય પટેલ તથા મહેશ પટેલ તથા અમૃત ભાઈ તથા યોગેશ ભાઈ તથા નિલદીપ પટેલ તથા કશ્યપ પટેલ સહિત ના નવરાત્રી મંડળ ના સભ્યો ના અથાગ પ્રયત્નો થી નવરાત્રી ના તહેવાર માં અમો નવું કરી શકીએ છીએ.આમ વધુ માં નરેશ પટેલે જણાવ્યું હતું કે અમો અમારા ગામ માં દિવાળી બેસતું વર્ષ પણ અનોખો રીતે ઉજવીએ છીએ.ખરેખર દેશ ભક્તિ ના રંગે રગાઈ પછી ભક્તિના રંગ માં રાસ ગરબા રમવા નો વિચાર જ અલોકીક છે ત્યારે નવરાત્રી મંડળ માં ભવ્ય ડેકોરેશન પણ થયેલ છે .નવરાત્રી મંડળ ના સભ્યો ના જણાવ્યા મૂજબ દસે દિવસ પ્રથમ રાષ્ટ્રગીત ગવાય અને પછી આરતી અને પછી રસ ગરબા આમ દેશ ભક્તિ સાથે માં.ની શક્તિ જોડનારું ગુજરાત માં પ્રથમ ગામ એટલે વડાલી તાલુકા નું ભંડવાલ ગામ.સમગ્ર ગામ માં મોટા ભાગ ની વસ્તી પાટીદારો ની છે આમ ભંડવાલ ગામ ના નવરાત્રી ના આયોજકો નું દેશભક્તિ માટે નું કદમ તમામ લોકો આવકારી રહ્યા છે અને અનુકરણ પણ કરશે.આદર્શ ગામ નો આદર્શ વિચાર હકીકત માં આદર્શ છે..

તસવીર અને રિપોર્ટર..રમેશ પટેલ.વડાલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here