ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર દ્વારા વિનામૂલ્યે ઔષધિય વનસ્પતિ નાં રોપાનું વિતરણ કરવામાં આવ્યું.

0
14

ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર દ્વારા લીમખેડા તાલુકાના ધાનપુર પાટડી પ્રાથમિક શાળામાં યોજાયેલા આઝાદીનાં અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત વિનામૂલ્યે ઔષધિય વનસ્પતિનાં રોપાનું વિતરણ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. લીમખેડા તાલુકાના ધાનપુર પાટડી પ્રાથમિક શાળાનાં પ્રાંગણમાં આજ રોજ ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાયેલા નેશનલ કેમ્પેઈન આઝાદીનાં અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત સરકારી સંસ્થાઓ તેમજ ખેડૂતોને ૨૫૦૦ થી વધુ વિનામૂલ્યે ઔષધિય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારી ઔષધિય વનસ્પતિ ઉદ્યાન વરોડ નાં ગાર્ડન સુપરવાઈઝર વિપુલકુમાર ડામોર દ્વારા ઔષધિય વનસ્પતિઓના પરિચય અને ઉપયોગ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા તારીખ ૩૦ મી ઓગસ્ટ થી ૫ મી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી યોજાનારા આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાં ઔષધિય રોપાઓનું વિતરણ કરવામાં આવનાર છે. આજના આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયત નાં ઊપ પ્રમુખ સરતનભાઈ ચૌહાણ, લીમખેડા પોલીસ મથકનાં પી.આઈ.એમ.જી.ડામોર, પરિક્ષેત્ર વન અધિકારી સુરેખાબેન, આયુર્વેદ અધિકારી ડૉ.સંગીતાબેન, ડો.અમિતકુમાર નિનામા, ડો.સતિશકુમાર પારગી તથા સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ પ્રાથમિક શાળા નાં આચાર્યો અને બાળકો સહિત મોટી સંખ્યામાં મહાનુભવો ઊપસ્થિત રહયા હતા.

રીપોર્ટ :- મુનિન્દ્ર પટેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here