ગુજરાતમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ બહુચરાજીમાં પડ્યો, 16 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો

0
5

ઉત્તર ગુજરાતના 47 પૈકી 43 તાલુકામાં વરસાદ, 16 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 તાલુકામાં 47 પૈકી 43 તાલુકામાં થયેલો વરસાદ લગભગ સાર્વત્રિક વરસ્યો હતો. જેમાં 16 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 7 ઇંચ વરસાદ બહુચરાજીમાં પડ્યો હતો. આ ઉપરાંત સિદ્ધપુર અને પ્રાંતિજમાં સાડા 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ રહ્યો હતો. મહેસાણા જિલ્લાના 10 પૈકી 8 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. પાટણ જિલ્લામાં સિદ્ધપુરના સાડા 4 ઇંચ વરસાદને બાદ કરતાં 8 તાલુકામાં અડધા ઇંચથી ઓછો વરસાદ રહ્યો હતો.

જ્યારે અરવલ્લી જિલ્લામાં 6 તાલુકામાં સવા ઇંચ સુધી વરસાદ રહ્યો હતો. સાબરકાંઠાના વડાલી તેમજ બનાસકાંઠાના દિયોદર, લાખણી અને સુઇગામમાં નોંધણી લાયક વરસાદ વરસ્યો ન હતો. બીજી બાજુ હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના 51% થી 75% વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન અઢી ઇંચ સુધીનો વરસાદ થઇ શકે છે.

શનિવારે સવારે પાલનપુરમાં વરસાદી છાંટા પડ્યા હતા. જ્યારે શનિવારે સાંજે દાંતા વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. દાંતા પંથકમાં 9 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે અમીરગઢ પંથકમાં પણ સાંજે એકાએક વરસાદી ઝાપટું પડ્યું હતું અને 5 મીમી વરસાદ નોંધાયો હતો.

પાંથાવાડા : દાંતીવાડા તાલુકામાં શનિવારે સાંજના આઠ વાગ્યાના સમયે દાંતીવાડા તેમજ પાંથાવાડાના આસપાસના તમામ ગામોના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

મનોજ યોગી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here