ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ સસ્તું હોવાથી રાજસ્થાનના વાહન ચાલકો ગુજરાતમાં ફ્યુલ માટે આવી રહ્યા છે.

0
9

અમીરગઢ…

ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ ના ભાવો રાજસ્થાન કરતા ઓછા હોવાથી બોર્ડર વિસ્તાર ના રાજસ્થાનના વાહન ચાલકોએ ગુજરાત માં પોતાના વાહનોમાં પેટ્રોલ ડીઝલ ભરાવી રહ્યા છે.
હાલમાં મોંઘવારી એ માઝા મુકેલ છે અને જરૂરિયાતની દરેક વસ્તુમાં ભાવ વધારો દિન પ્રતિદિન થઈ રહ્યો છે જેમાં ડીઝલ પેટ્રોલ અને રાંધણ ગેસ માં દરરોજ નો ભાવ વધારો ઝીંકાઈ રહ્યો હોવાથી આમ આદમી ને જીવન જીવવું કઠિન પડી રહ્યું છે જેમાં પેટ્રોલ અને ડીઝલ માં ભાવ વધારાએ મોટી સમસ્યા ઊભી કરેલ છે છત્તાં પણ રાજસ્થાન ની સરખામણીએ ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ માં એકંદરે ભાવ ઓછો છે આથી સરહદી વિસ્તાર અમીરગઢ માં પાડોસી રાજસ્થાનના નજીકના વાહન ચાલકો પોતાના વાહનો લઈ પંદરથી વીસ કીલોમીટર સુધી આવી રહ્યા છે રાજસ્થાનમાં ગુજરાતની સરખામણીએ પેટ્રોલ ડીઝલ માં ટેક્સ વધારે હોવાથી ગુજરાતમાં પેટ્રોલ 100.45 રૂપિયા અને ડીઝલ 99.50 રૂપિયા છે અને રાજસ્થાનમાં પેટ્રોલ 112 રૂપિયા અને ડીઝલ 102 રૂપિયા જેટલો હોવાથી લિટરે પેટ્રોલ બાર રૂપિયા અને ડીઝલ ત્રણ રૂપિયાનો ફાયદો થતો હોવાથી અમીરગઢ ની આસપાસના રાજસ્થાનના વિસ્તારોમાંથી વાહન ચાલકો ફયુલ માટે આવતા હોવાથી બોર્ડર વિસ્તારના પેટ્રોલ પંપો માં વાહનોની લાંબી કતારો લાગેલી હોય છે રાજસ્થાનથી આવતા વાહન ચાલકો એ જણાવેલ હતું કે લિટરે બાર રૂપિયાનો ફાયદો થવાથી અમારે અહીંયા આવવું પડે છે આથી રાજસ્થાન સરકારને ટેક્સ માં ઘટાડો કરી ગુજરાત બરાબર ભાવો રાખવા માટે અરજ કરી હતી. ગુજરાત અને રાજસ્થાનમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરક હોવાથી રાજસ્થાનના વાહન ચાલકો ગુજરાતમાં આવી રહ્યા છે.

અહેવાલ :- ઇમરાન લુહાર (અમીરગઢ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here