ગુજરાતના સુપ્રસિદ્ધ ગીતકાર મનુભાઈ રબારીએ લાખણીની શુભેચ્છા મુલાકાત લીધી

0
28

લાખણી:- સંઘર્ષ થકી જીવનમાં સફળતા મેળવીને નામના મેળવનાર મનુભાઈ રબારી કે જેઓ માત્ર ૧૦ ધોરણ સુધી ભણેલા છે મામાના ઘરે અભ્યાસ કર્યો બાદ કામ ધંધા માટે મુંબઈ હીરા ઘસવા માટે ગયા હતા ત્યાં આગળ એક ચા ની કીટલી પર ચા પીવા બેઠા અને તે વખતેના હિન્દી ફિલ્મોના ગીતો ત્યાં વાગતા હતા અને લોકો ખૂબ ટોળે વળીને સાંભળતા હતા તે જ વખતે મનુભાઈ રબારીના મનમાં વિચાર આવ્યો કે આ ફિલ્મના ગીતોનો કેટલો ક્રેઝ છે અને એમની કેટલી નામના છે આવી નામના મેળવવા માટે કંઈક મહેનત કરવી પડશે અને એ દિવસે મનમાં નક્કી કરી લીધું કે જીવનમાં કઈક કરવું જોઈએ અને એ દિવસ પછી એમને ગુજરાતમાં આવીને ગુજરાતી સ્ટુડિયોમાં પોતાની આવડતને અજમાવી અને એમાં સફળતા મળી જેના પછી તો એમણે પાછું વળીને જોયું નથી આજદિવસ સુધીમાં ૪૦૦૦ થી વધુ ગીતો લખ્યા છે લોકોના મોઢે ગવતા રાંણા શેરમાં …ચાર ચાર બંગડી.. ગુજરાતી લેરી લા લા વગેરે એનેક લોકપ્રિય ગીતો લખ્યા છે એવા મનુભાઈ રબારી કે જેઓ લાખણી તાલુકાના લવાણા ગામના દશરથસિંહ એચ.રાજપૂતના અંગત મિત્ર છે અને જેમના આમંત્રણને માન આપીને મનુભાઈ રબારી લાખણી ખાતે આવેલ ખીમત ઓટો ફાઇનાન્સની શુભેચ્છા મુલાકાતે આવ્યા મનુભાઈ રબારી નું રજવાડી સાફો પહેરાવીને અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું તેમજ તેમની સાથે તેમની સફળતા અંગેની ચર્ચાઓ કરવામાં આવી આટલા મોટા કદના ગીતકાર હોવા છતાં એક્દમ સરળ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવે છે સંબંધોની સાચા અર્થમાં કદર કરવામાં માને છે સંબંધોને સાચવવા જોઈએ નહીં કે વાપરવા જોઈએ એવું એમનું માનવું છે આમ એક ઉમદા વ્યક્તિત્વ માયાળુ સ્વભાવ ધરાવતા મનુભાઈ રબારી સાથેની શુભેચ્છા મુલાકાત યાદગાર બની રહી છે આ પ્રસંગે જિલ્લા ભાજપના નેતા ટી.પી.રાજપૂત દશરથસિંહ રાજપૂત, ભરતભાઇ દવે, બિપિનભાઇ દવે, દશરથભાઈ રાજપૂત, રૂડાભાઈ રાજપૂત, અર્જુનસિંહ રાજપૂત, માંનાભાઈ રબારી સહિતના યુવાનો હાજર રહ્યા હતા.

અહેવાલ:- મુકેશ સોની લાખણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here