ગામડી ખાતે આયુષ્યમાન કાર્ડ તથા આભાકાર્ડનો કેમ્પ યોજાયો

0
2

સરકાર દ્વારા સતત લોકોને યોજનાઓનો લાભ મળતો રહે તે માટે સતત ખડે પગે રહી આયુષ્માન કાર્ડ અને આભાર કાર્ડની બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે
મા.તાલુકા આરોગ્ય અધિકારી ડો.આર.આર. પટેલ તથા ડો. કપૂરજી આર. જાટ મેડિકલ ઓફિસર પ્રા.આ.કેન્દ્ર મોટાકાપરાના માર્ગદર્શન હેઠળ લાખણી તાલુકાના ગામડી ગામે તા.૧૮-૮-૨૩ના રોજ ગામડી પ્રા.શાળામાં આયુષ્માન કાર્ડ તથા આભાકાર્ડનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી તેનો લાભ લીધો અને માનનીય તાલુકા આરોગ્ય અધિકારી સાહેબનું મુખ્ય ધ્યેય છે કે ગુજરાત સરકારના વંદે વિકાસ યાત્રા તેમજ આયુષ્યમાન ભવ ડ્રાઇવ અંતર્ગત દરેક ગામમાં આયુષ્માન કાર્ડનો કેમ્પ કરી લોકોને ઘર આંગણે આ કાર્ડ મળી રહે તેવું સુંદર આયોજન દરેક પ્રા.આ.કેન્દ્રના ગામોમાં પ્લાનિંગ કરવામાં આવે છે જેમાં દરેક ગામમાં અગાઉથી પ્રચાર કરવામાં આવે છે અને તમામ લાભાર્થીના કાર્ડ નીકળી જાય તે રીતનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે આ કેમ્પમાં 43 આયુષ્યમાન કાર્ડ તેમજ 32 આભાકાર્ડ કાઢવામાં આવ્યા હતાં તેથી સમગ્ર ગામડીના ગ્રામજનો પણ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો કે ઘર આંગણે આવીને તંત્ર દ્વારા આયુષ્માન ભારત કાર્ડ અને આધાર કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે
ત્યારે આ કેમ્પને સફળ બનાવવા માટે જેમનુ યોગદાન રહ્યુ છે એવાં સુપરવાઈઝર હસમુખભાઈ પંચાલ, કોમ્પુટર ઓપરેટર શ્રી દિનેશભાઈ પ્રજાપતિ,સી.એચ.ઓ. પાયલબેન પટણી,આરોગ્ય કાર્યકર ગાયત્રીબેન વાણિયા તથા ભરતભાઈ રબારી,આશા ફેસીલેટર વિમળાબેન,આશા અલ્પાબેનએ ખૂબ જ પ્રયત્ન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here