ગાંધી જયંતિ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું

0
9

જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ન્યાયાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં ૪૦૦ થી વધુ બાળકો એ ભાગ લીધો..

પાટણ તા.૨
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે ૨ જી ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ પ્રસંગને અનુલક્ષીને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક અને લીગલ અવરનેશ કેમ્પ તેમજ યોગ નિર્દેશનના સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

જિલ્લા વહીવટીતંત્ર , જિલ્લા ન્યાયાલયના સંયુકત ઉપક્રમે ગાંધી જયંતિ ના મહામૂલા પર્વ પ્રસંગે આયોજિત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિવિધ સ્પર્ધાઓ જીલ્લા કલેકટર સુપ્રિતસિંહ ગુલાટીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ પ્રસંગે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો . આ સાંસ્કૃતિક કાર્યક્રમો ત્રણ વિભાગમાં યોજાયા હતા જેમાં ૪૦૦ થી વધુ વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શૈક્ષણિક સંકુલો દ્વારા અર્વાચીન – પ્રાચીન ગરબા , રાસસહિતનાં વિવિધ રંગારંગ કાર્યક્રમોની રજુઆત કરવામાં આવી હતી .
આ ઉપરાંત યોગ નિર્દેશનની સ્પર્ધા પણ યોજાઇ હતી.તો અન્ય વિભાગમાં ગાંધીજીના જીવન પર આધારીત લોકવાર્તા , સમૂહગાન , ભજનો , વકતૃત્વ સ્પર્ધા , એકપાત્રીય અભિનય જેવા વિવિધ કાર્યક્રમોની સ્પર્ધકો દ્વારા સુંદર રજુઆત કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા .
આ પ્રસંગે જીલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા , જિલ્લા ન્યાયાલયના જજ , સહિત વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ વિવિધ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here