ગાંધીનગર મહાનગર વોર્ડ 9 અને 10 માં મહિલા મોરચા નો ચૂંટણી પ્રચાર

0
9

Gj 18 મહાનગર માં ભગવો લહેરા છૅ એમાં કોઈ બે મત નહિ
…………………………………………..

વોર્ડ 9 અને વોર્ડ 10 મહિલા મોરચા ની ટિમ ડોર ટૂ ડોર પ્રચાર કરતી જોવા મળી હતી.. તારીખ 3 ના રોજગાંધીનગર મહાનગર ની ચૂંટણી યોજાનાર છે. બઘી જ પાર્ટી ઓ પોત પોતાનો પ્રચાર કરી રહી છૅ પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ મહાનગર માં કરેલા વિકાસ ના કાર્યો સાથે ચૂંટણી પ્રચાર માં જોવા મળી રહી છૅ બધીજ પાર્ટી ઓ કરતા વિકાસ ના કાર્યો માં ભાજપા ને અગ્રેસર ગણવા માં આવે છૅ. જેને લઇ ભાજપા ના કાર્યકરો મતદાર સમક્ષ ચૂંટણી પ્રચાર માટે નજરે પડી રહ્યા છૅ. જેમાં સૌથી આગવું એક પરિબળ ગાંધીનગર મહાનગર મહિલા મોરચો છૅ મહિલા મોરચા ની રચના બાદ મહિલા પ્રમુખ કોઈ ને કોઈ કાર્યક્રમ લઇ પ્રજા ની વચ્ચે જોવા મળતા હોય છૅ.મહિલા ટિમ દ્વારા સામાજિક, પ્રજાકિયા અને ધાર્મિક કાર્યક્રમો જેવા અનેકવિધિ કાર્યક્રમો ને પ્રાધાન્ય આપ્યુ છૅ.આજ રોજ મહિલા મોરચા ની ટિમ વોર્ડ 9 અને 10 માં પ્રચાર કરતી જોવા મળી હતી. મહિલા પ્રમુખ પ્રિયા પટેલ દરેક વોર્ડ માં પ્રચાર ની સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છૅ સાથે સાથે પ્રજા ને મળી પ્રજા ની મુશ્કેલી ઓ થી માહિતગાર થઈ નિરાકરણ પણ લાવતા જોવા મળી રહ્યા છૅ. આ આ વખત ની ચૂંટણી કંઈક અલગ જછૅ. ત્યારે મહિલા ટિમ અને પ્રમુખ પ્રિયા પટેલ મહાનગર ના દરેક વોર્ડ માં પ્રચાર અને પ્રવાસ કરી રહ્યા છૅ બનાસ ગૌરવ ના પત્રકાર જીતેન્દ્ર પટેલે મહિલા પ્રમુખ પ્રિયા પટેલ સાથે ની વાતચીત દરમિયાન પ્રમુખે જણાવ્યું હતું કે. એમના આ પ્રચાર પ્રવાસ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ને ઠેર ઠેર સારો આવકાર જોવા જોવા મળી રહ્યો છૅ. લોક મોઢે પણ એવુ ચર્ચાઈ રહયુ છૅ કે પ્રજા ભાજપે કરેલા કાર્યો નું સમર્થન કરે છૅ અને આવનાર સંજોગો માં નરેન્દ્રમોદી ના હાથ મજબૂત કરવા પ્રજા ભાજપ ની સાથે છૅ. વધુમાં પ્રિયા પટેલ ના જણાવ્યા મુજબ પ્રજા નો આ વિશ્વાસ અને દ્રઢમનોબળ ગાંધીનર મહાનગર મા ખીલતા કમળ ને કોઈ અટકાવી શકશે નહિ.જેના કારણે ગાંધીનગર મહાનગર માં ભગવો લહેરા છૅ “એમાં કોઈ બે મત” નહિ.

વોર્ડ 9 અને 10 ના પ્રચાર દરમિયાન પ્રદેશ મહિલા ઉપપ્રમુખ ચંદ્રિકાબેન,મહાનગર મહિલા પ્રમુખ પ્રિયા પટેલ,મહામંત્રી વર્ષાબેન શુક્લ,હર્ષાબા ધાંધલ, ઉર્મિલાબેન, ઉર્વશીબેન, ભાર્ગવીબેન અને મલ્લિકા,કોમલ બેન, કાજલ ,બેનઅને ભારતી બેન વાઘેલા હાજર રહ્યા હતા

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ ..અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here