ગાંધીનગર નું આકાશ રંગબેરંગી પતંગો થી છવાયુ.લપેટ લપેટ ની ચીસો થી શહેર ગુંજી ઉઠયુ

0
6

ઉઢીયા જલેબી ની લિજ્જત સાથે અબાલ વૃદ્ધ સહુ કોઈ એ ઉત્તરાયણ ની મજા માણી

તો ક્યાંક દાન પુણ્ય કરતા લોકો પણ જોવા મળ્યા

ઉત્સવ પ્રિય ગાંધીનગર જનતા કોરોના ના ટેન્શન ના માહોલ વચ્ચે પણ મનમૂકીને સવાર થી પતંગ પર્વ ની ઉજવણી કરવા માં મશગુલ બની ગયા હતા ઉઢીયા જલેબી ની લિજ્જત સાથે અબાલ વૃદ્ધ સહુ કોઈ ઉતરાયણ ની મજા માણી રહ્યા હતા.ઉપરાંત નગર ની અનેક અગાસી ઓ પર મોટા વોલ્યૂમે મ્યુઝિક સિસ્ટમ સતત સંગીત રેલાવતી રહી છે પાટનગર ના વસાહતી ઓ મોટા ભાગ નો સમય ધાબા અને મકાન ની અગાસી પર વિતાવતા જોવા મળી રહ્યા હતા.ઉતારાયણ ના દિવસે પવનદેવે જોઈએ એવો સાથ આપતાં પતંગ રસીકો માં આનંદ જોવા મળી રહ્યો હતો. આમા પાટનગર માં ઉત્તરાયણ ની ઉજવણી નાના મોટા સહુ કોઈ દ્વારા કોરોના ના ડર વચ્ચે પણ દાન પુણ્ય સાથે આનંદ થી ઉજવવા માં આવી હતી

. બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here