ગાંધીનગર ના કલોલ ની સદભાવના ટિમ અને ચાણસ્મા વનવિભાગ ની ટિમ દ્વારા માંકડા નું રેસ્કયુ કરવા માં આવ્યું

0
6

ચાણસ્મા ના ધીણોજ ગામમાં ઘણાં સમયથી એક જંગલી માંકડું આવી ચડયું હતું થોડા સમય પહેલાં ધિનોજ ગામના સરપંચ દ્વારા ચાણસ્મા વનવિભાગને ફરિયાદ મળતાં ચાણસ્મા વનવિભાગ અને સદભાવના ફાઉન્ડેશન ના રેસ્ક્યુઅરો આ માકડા ને રેસ્કયુ કરવા પહોચ્યા હતા પણ તે વખતે ગામ વાળા માકડા ને ખોરાક આપતા હતા અને કોઈ જોખમ ના લાગતાં ગામના લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે માકડા ને અહીં રેવા દો આનાથી અમને કોઈ તકલીફ નથી પરંતુ આજ રોજ ગામના લોકો દ્વારા ફરીથી ફરીયાદ મળી કે હવે તમે આને પકડી લઈ જવામાં આવે ગામના લોકો ને બીક લાગે છે તે જોતાં ચાણસ્મા વનવિભાગ દ્વારા સદભાવના ફાઉન્ડેશન ના રણજીત સિંહ નો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો તેમના દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ હિતેષભાઈ પંચાલ. ભાવેશભાઇ મકવાણા. જીગરભાઈ નાઈ. રવિ ઠાકોર દ્વારા ગામના લોકો ને કે માકડા ને તકલીફ ના પડે તે રીતે રેસ્ક્યુ કરી ચાણસ્મા વનવિભાગ ને સોંપવામાં આવ્યું હતું અને વનવિભાગ દ્વારા આ માકડા ને તેના કુદરતી વિસ્તારમાં મોટા અભ્યારણ્ય મા મુક્ત કરવા ની તજવીજ હાથ ધરી છે.

બનાસ ગૌરવ દૈનિક ન્યૂઝ
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here