ગાંધીનગર જિલ્લા માં રાજ્યનો સૌથી ઓછો વરસાદ ખેડૂતો ની મુશ્કેલી માં વધારો.

0
14

ગાંધીનગર જિલ્લા માં રાજ્યનો સૌથી ઓછો વરસાદ ખેડૂતો ની મુશ્કેલી માં વધારો.

સરકારી ચોપડે ચોમાસુ શરૂ થયાં ને મહિનો વીતી જવા છતાં ચોમાસુ ખેચાવા ના કારણે હજારો હેકટર ખેતી ના પાકને નુકશાન ની ભીતિ સેવાઈ રહી છે.દહેગામ માં તો માત્ર 2 ઇંચ જ વરસાદ નોંધાયો છે.

ગુજરાત માં આમતો 15 મી જૂન થી ચોમાસુ બેસી જતું હોય છે.પરંતુ આ વર્ષે મેંઘરાજા એ મોડી પધરામણી કરી છે અને દક્ષિણગુજરાત માં સારો એવો વરસાદ પડ્યો છે.પરંતુ ગાંધીનગર જિલ્લા માં વિધિવત રીતે ચોમાસા ની પધરામણી જ ના થઇ હોય તેમ લાગી રહયુ છે.

ચોમાસુ શરૂ થયાં ને એક મહિના ઉપરાંત નો સમય વીતી ગયો હોવા છતાં જિલ્લા માં ફક્ત 11 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે.જેમાં દહેગામ તાલુકા માં 2 ઇંચ,અને ગાંધીનગર તાલુકા માં 4 ઇંચ તો કલોલ તાલુકા માં 5 ઇંચ જેટલો વરસાદ થયો છે.ઉત્તરગુજરાત ના તમામ જિલ્લા ઓ માં ગાંધીનગર માં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.તે સમગ્ર રાજ્ય માં સૌથી નીચો છે.

એક બાજુ કોરોના ની સ્થિતિ ના કારણે વેપાર -ધંધા મંદા ચાલી રહ્યા છે તયારે ચોમાસુ પણ હજુ ગાંધીનગર જિલ્લા માં જામ્યુ ન હોવા થી ખેડૂતો પણ ચિંતિત છે સરકારી ચોપડે ચોમાસુ વિધિવત રીતે શરૂ થઇ ગયુ છે અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ના જિલ્લા ઓમાં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી પણ થઇ ગઈ છે.પરંતુ ગાંધીનગર જિલ્લા ઉપર જાણે મેઘરાજા એ રીસામણા કર્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.સારા ચોમાસા ની આશા એ ખેડૂતો એ હજારો હેક્ટર માં જમીન વાવણી પણ કરી દીધી છે.પરંતુ ચોમાસુ ખેંચાવા ના કારણે તેમના પાક ઉપર જોખમ ખેડાઈ રહું છે.બીજી બાજુ રોજ વાદળો બંધાય છે પરંતુ વરસાદ નહી પડવા ના કારણે ઉકળાટે પણ માઝા મૂકી છે.ગાંધીનગર જિલ્લા માં ચોમાસા નો આશરે 30 એક ઇંચ જેટલો વરસાદ થતો હોય છે.ચોમાસા ના ચાર મહિના પ્રમાણે હજુ જોઈએ તો જિલ્લા માં હજુ સરેરાશ 3 એક ઇંચ જેટલો વરસાદ થયો છે.જેમાં દહેગામ તાલુકા માં સૌથી ઓછો 53 મી.મી ગાંધીનગર તાલુકા માં 93 મી. મી કલોલ તાલુકા માં 125 મી. મી અને માણસા તાલુકા માં 83 મી. મી વરસાદ થયો છે.જિલ્લા માં વરસાદ ટકાવારી પ્રમાણે ગણિયે તો આશરે હજુ સુધી 11 ટકા જેટલો જ વરસાદ થયો છે.

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here