ગાંધીનગર ગણેશમય બનયુ. શહેરમાં ઠેર ઠેર વિઘ્નહર્તા નું ભક્તિભાવ થી સ્થાપન કરાયુ.

0
5

શેરી -ગલીઓમાં સાર્વજનિક અને ઘરોમાં પણ ગણેશજી ની સ્થાપના કરવા માં આવીરાજ્ય સરકાર દ્વારા કોવીડ ગાઈડ લાઈન ની અમલવારી સાથે ગણેશ મહોત્સવ પર્વ ની ઉજવણી કરવા ની પરવાનગી આપવા માં આવતા ગાંધીનગર ની ધર્મપ્રિય પ્રજા માં હર્ષ ઉલ્લાસ વ્યપેલો છે.

ગઈકાલે શહેરમાં ગણપતિ બાપા મોરિયા ના નાદ સાથે ઠેર ઠેર શેરી, પંડાલો માં ગણેશદાદા ની સ્થાપના કરવા આવી છે. તેમજ તા.10 થી 19 સુધી પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમો થશે.કોરોના ની આ વખતે બહેતર સ્થિતિ હોઈ પણ સાવચેતી ને ધ્યાને લઈ સરકારે ગણેશ મહોત્સવ માં કેટલીક પાબન્ધી ઓ મુકતા આ વખતે ગાંધીનગર માં ગણેશ મહોત્સવ ના કોઈ મોટા આયોજનો થયાં નથી માત્ર શેરી શેરી ગલી માં નાના પાયે ગણેશ મહોત્સવ ના સાદાઈ થી આયોજનો થયાં છે. જોકે મોટા ભાગના લોકો એ સરકારી ની ગાઈડ લાઈન ને ધ્યાને લઈ ને પોતાના ઘરોમાં ગઈ કાલે ભક્તિભાવ થી ગણપતિ દાદા ને બિરાજમાન કર્યા છે. આ ઉપરાંત ઘણી જગ્યા એ સાદાઈ થી શેરી ગલી માં નાના પંડાલ નાખી ને લોકો એ વિઘ્નહર્તા ને સ્થાપિત કર્યા છે.ગઈ કાલ થી ગણેશ મહોત્સવ શરુ થતાં નવ દિવસઃ સુધી ગૌરી નંદન ભગવાન શ્રી ગણેશ ની ભક્તિ કરવા લોકો માં ભારે ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થી ના દિવસે લોકો એ મોદક નો પ્રસાદ ગણેશજી ને અર્પણ કર્યો હતો. ગણેશ મહોત્સવના મોટા આયોજનો રદ હોવા થી મોટાભાગના લોકો એ ગણપતી દાદા ને પોતાના ઘરોમાં બિરાજમાન કરી ને ભક્તિ કીર્તન શરુ કર્યા છે. લોકો દરરોજ આરતી, પૂજન અર્ચન અને અન્નકૂટ ધરી ને આરાધના કરશે. બીજી તરફ દર વર્ષે યોજાતા સૌથી મોટા ગણેશ મહોત્સવ અંતર્ગત આ વર્ષે પણ 52 મો ગણેશ મહોત્સવ ઉજવવા માં આવી રહ્યો છે. જોકે કોરોના ની ગાઈડ લાઈન અનુસાર ગણેશ મહોત્સવ દરમિયાન યોજાનાર વિવિધ કાર્યક્રમો ઑન્લાઈન માધ્યમ થી યોજવાનુ આયોજન સમિતિ એ નક્કી કરેલ છે..

જીતેન્દ્ર પટેલ નો અહેવાલ ..અડાલજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here