ગાંધીનગર ખાતે રજાના દિવસે પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને કીર્તિસિંહ વાઘેલા રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રીની મુલાકાત કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ

0
13

મોરબી,રાષ્ટ્ર કે હિતમે શિક્ષા, શિક્ષા કે હિતમેં શિક્ષક,શિક્ષક કે હિતમેં સમાજના સૂત્ર સાથે કાર્ય કરતું સંગઠન એટલે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, આ સંગઠનમાં કામ કરતાં શિક્ષકોએ ચાલુ શાળાએ શિક્ષણના ભોગે ગાંધીનગર જવાના બદલે રવિવારની રજાના દિવસે નવ નિયુક્ત પંચાયત, શ્રમ,રોજગાર અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને રાજયકક્ષાના શિક્ષણમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી,બ્રિજેશભાઈ મેરજા અને કીર્તિસિંહ વાઘેલાએ જ્યારથી પદભાર સંભાળ્યો ત્યારથી સતત વ્યસ્ત હોવા છતાં રવિવારની રજા દિવસે પણ સંગઠનના કાર્યકર્તાઓને ખુબજ શાંતિથી મળ્યા હતા

.પરિવારના એક સભ્ય તરીકે હળીમળીને વાતો કરી હતી અને શિક્ષકોના પ્રશ્નો જેવા કે જી.પી.એફ. એકાઉન્ટ ખોલવા, નવી ભરતી કરવી, બદલી પામેલ શિક્ષકોને વહેલી તકે છુટા કરવા, ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂરી માટે તાલુકાના મહેકમ પ્રમાણે, બાકી રહેલ કેસોના પ્રમાણમાં સેવાપોથીઓ સ્વીકારવી, તાલુકા- જિલ્લા પંચાયતમાં કારકુનની ભરતી કરવી વગેરે પ્રશ્નોની રજુઆત એકાગ્ર ચિત્તે સાંભળી હતી અને પોતાના વિભાગમાં આવતી કામગીરી માટે સચિવને સૂચના આપી ઝડપથી વિષય પૂર્ણ કરવા જણાવેલ છે અને શિક્ષણ વિભાગ દ્વારા કરવાની થતી કામગીરી બાબતે શિક્ષણમંત્રી સાથે ચર્ચા કરી યોગ્ય કરવા જણાવેલ છે,આ મુલાકાતમાં દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ, કિરણભાઈ કાચરોલા મંત્રી, હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર સંભાગ, પ્રદીપભાઈ કુવાડિયા સિનિયર ઉપાધ્યક્ષ, હરદેવભાઈ કાનગડ અધ્યક્ષ માળીયા શૈક્ષિક સંઘ અને ઉપાધ્યક્ષ જિલ્લા ટિમ હિતેશભાઈ પાંચોટીયા પ્રચાર મંત્રી જિલ્લા ટિમ,સુનિલભાઈ કૈલા મંત્રી, રાજેશભાઈ રાઠોડ, ઉપાધ્યક્ષ માળીયા,અશોકભાઈ સતાસિયા અધ્યક્ષ વાંકાનેર, નવઘણભાઈ દેગામા મંત્રી,પોપટભાઈ ઉતેળીયા ઉપાધ્યક્ષ,અંબરીશભાઈ વ્યાસ,સહ કોષાધ્યક્ષ, હિતેશભાઈ જાદવ સંગઠન મંત્રી હળવદ,ભાવેશભાઈ સંઘાણી આંતરિક ઓડિટર ટંકારા ટિમ મહાદેવભાઈ રંગપડીયા સહમંત્રી મોરબી ટીમ વગેરે જોડાયા હતા. જીતુભાઈ વાટકીયા, ભાવેશભાઈ વશિયાણી વગેરે કાર્યકર્તાઓ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાતમા જોડાઈને બ્રિજેશભાઈ મેરજા અને કીર્તિસિંહ વાઘેલાને છત્રપતિ શિવાજી મહારાજા ની છબી,નામ લખેલી પેન, પુષ્પગુચ્છ,સાલ તત્વચિંતક બુક,તેમજ મોમેન્ટો અર્પણ કરી મોરબી જિલ્લાના સમગ્ર શિક્ષકો વતી અભિનંદન પાઠવ્યા હતા.
રીપોર્ટર
મયંક દેવમુરારી
મોરબી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here