ગાંધીનગર ખાતે નેટવર્ક ન્યુઝ નામની ચેનલ ચલાવવા સારૂ સરગાસણ ખાતે સિધ્ધાર્થ ઝાઓડમાં લીધેલ ઓફીસ પચાવી પાડવા બાબતે દાખલ થયેલ લેન્ડ ગ્રેબીંગ હેઠળના તથા બોપલ પો.સ્ટે. ના અપહરણ અને લુંટના ગુન્હાના મુખ્ય આરોપીને ગીર સાસણ ખાતે આવેલ ભોજદે ગામેથી પકડી પાડતી ગાંધીનગર એલ.સી.બી-૧,૨ ટીમ

1
27

ગાંધીનગર ખાતે

નેટવર્ક ન્યુઝ નામની ચેનલ ચલાવવા સારૂ સરગાસણ ખાતે સિધ્ધાર્થ ઝાઓડમાં લીધેલ ઓફીસ પચાવી પાડવા બાબતે દાખલ થયેલ લેન્ડ ગ્રેબીંગ હેઠળના તથા બોપલ પો.સ્ટે. ના અપહરણ અને લુંટના ગુન્હાના મુખ્ય આરોપીને ગીર સાસણ ખાતે આવેલ ભોજદે ગામેથી પકડી પાડતી ગાંધીનગર એલ.સી.બી-૧,૨ ટીમ.

‘નેટવર્ક ન્યૂઝ’ નામની ચેનલના ઓઠા હેઠળ અપહરણ લૂંટ સહિતના ગુના આચરી સાડા ચાર કરોડનુ ફૂલેકું ફેરવનાર વિજયસિંહ ટાંક ઝડપાયો.

‘નેટવર્ક ન્યૂઝ’ નામની ચેનલના ઓઠા હેઠળ ગાંધીનગર સરગાસણ ખાતેની ઓફિસ પચાવી પાડવા સંદર્ભે નોંધાયેલ લેન્ડ ગ્રેબીંગના ગુનામાં પકડાયેલ માલિક વિજય સિંહ હરિસિંહ ટાંક ની ધરપકડ કરાતા તેણે અપહરણ અને લૂંટ નાં ગુના પણ આચરી સાડા ચાર કરોડનું ફુલેકું ફેરવ્યા હોવાની વિગતો ક્રાઇમ બ્રાંચની તપાસમાં ખુલવા પામી છે.

જ્યારે ગાંધીનગરનાં સરગાસણ ખાતે સિધ્ધાર્થ ઝાઓડમાં ‘નેટવર્ક ન્યૂઝ’ નામની ચેનલના ઓઠા હેઠળ વિજયસિંહ હરીસિંહ ટાંકે (રહે. પ્લોટ નંબર-154, સેકટર-૮) સેકટર 1 ના ચૈતન્ય બાબુલાલ પટેલ પાસેથી જગ્યા ભાડે લીધી હતી

જેનો ભાડા કરાર વિજયસિંહ ટાંકે તેમની પત્નિ વિણાબહેન વિજયસિંહ ટાંકના નામથી કર્યો હતો. બાદમાં વિજયસિંહ ટાંક નો ભાડા કરારનો સમય પુરો થઇ જવા છતાં તેણે ફરીથી કરાર રીન્યુ કર્યો હતો.

અને ત્યાર બાદ તેને ભાડા પેટે ની રકમ પણ તેણે આ આપવાનું બંધ કરી ચેનલના નામે ઓફિસ પચાવી પાડી હતી. જે અન્વયે ચૈતન્ય પટેલે ની ફરીયાદના આધારે સેકટર 7 પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ ગાંધીનગર કલેક્ટર ડો. કુલદીપ આર્ય એ “નેટવર્ક ન્યુઝ” ગુજરાત નું લાયસન્સ પણ રદ કરી દીધું હતું તેમ છતાં વિજયસિંહ ટાંકે સોશીયલ મીડીયા (સેટેલાઇટ) મારફતે તેનું પ્રસારણ ચાલુ રાખીને ઓફીસ પચાવી લીધી હતી. જેનાં પગલે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની સૂચનાથી ડીવાયએસપી એમ. કે. રાણા, ઇન્સપેક્ટર જે. જી. વાઘેલા તથા ઇન્સપેક્ટર એચ.પી.ઝાલા સહિતની ટીમ ધ્વારા આરોપી વિણાબહેન વિજયસિંહ ટાંક ની ધરપકડ કરી લેવામાં આવી હતી.

જ્યારે આ નાસતા ફરતા મુખ્ય આરોપી વિજયસિંહ હરીસિંહ ટાંક નો ગુનાહિત ઈતિહાસ જોતાં

તેના વિરુદ્ધ બોપલ પોલીસ મથકમાં લૂંટનો ગુનો નોંધાયાનું ખુલ્યું હતું. જેને ઝડપી લેવા પીએસઆઇ વી.કે.રાઠોડ, એ.એસ.આઇ. હરદેવસિંહ, કેવલસિંહ તથા હે.કોન્સ. સજજાદભાઇ, રાકેશસિંહ સાથે સતત દશેક દિવસ સુધી રાજકોટ શહેર, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ ની આસપાસ જગ્યાઓએ ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન રીસોર્સ આધારે ઉપરોક્ત આરોપીની શોધ ખોળ તપાસ ચાલુ રાખી હતી. તે દરમ્યાન હેડ કોન્સ્ટેબલ સજ્જદહુસેન સબ્બીરઅલીનાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે, આરોપી વિજયસિંહ હરીસિંહ ટાંક ગીર સાસણ ખાતે આવેલ ભોજદે ગામે એક ફાર્મ હાઉસમા રોકાયેલ છે તથા તેની સાથે બોપલ પોલીસ સ્ટેશન અમદાવાદના લુંટના ગુનાનો આરોપી અનવર ગફારભાઇ ખેબર પણ છે.

જે માહીતી આધારે વિજયસિંહ હરીસિંહ ટાંક તથા અનવર ગફારભાઇ ખેબરની ગીર સાસણ ખાતે થી ધરપકડ કરી લેવામાં આવી.

1 COMMENT

  1. ખોટુ સે ભાઈ જોઈ વિચારી ને લખો તમે મિડીયા માં છો એટલું તો ધ્યાન રાખો…નેટવર્ક ન્યૂઝ ખેડૂતો ની ચેનલ હતી
    એને ભાજપ ના હલકાઓ દ્વારા ફસાવવામાં આવ્યા છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here