રાજેશભાઈ ડેલિકેટ અને એમની ટીમ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવી ને એક સપ્તાહ પહેલા ના ઇસંડ અને આજના ઇસંડ માં અદ્ભૂત ફેરફાર એટલે કે ઇસંડ સંપૂર્ણ સ્વચ્છ.મળતી માહિતી અનુસાર ઇસંડ ગામ માટે આ એક *ઐતિહાસિક કામ થયું છે* કે 7 દિવસ માં 250આયુસમાન કાર્ડ અને જેને આવક નો દાખલો ના હોય તેમને u win kard(શ્રમ કાર્ડ)લગભગ 300 જેટલા કાઢવા માં આવ્યા છે.એટલે ટોટલ *550 કાર્ડ ગામમા મેડિકલ માટે નીકળ્યા* ડેલિકેટ રાજેશ ભાઈ ના જણાવ્યા અનુસાર મારી આટલી ઉંમર માં ખાલી 7(સાત)દિવસ માં આખા ગામ માં સફાઈ અને આખા ગામ ને મેડિકલ સેવા એક સાથે *આવું કદાચ મારી જાણ મુજબ પેલી વાર બન્યું છે* કે આટલું મોટું કામ થયું છે તે બદલ આપણા બધા ની વચ્ચે રહી ને અને દરેક સમાજ ને સાથે રાખી ને કામ કરતા અને આ કામને ઐતિહાસિક બનાવવા માટે *તાલુકા પંચાયત સદસ્ય શ્રી રાજુભાઈ પ્રજાપતિ અને અરવિંદજી* તેમજ ગામના જાગૃત નાગરિકો એ ખૂબ જ સહકાર આપ્યો છે ભવિસ્ય માં પણ આવીજ રીતે સહકાર આપતા રહેશો તો આપણા ડેલીકેટ શ્રી ગામ માટે ઘણા સારા એવા સપના જોયા છે તો તે ચોક્કસ પુરા થશે. હંમેશા પ્રજા ના સ્તકાયૅ માં તત્પર રહેતા રાજેશભાઈ પ્રજાપતિ આ કાર્ય માં સાથ આપનાર તમામ ગ્રામજનો નો આભાર વ્યક્ત કરે છે.
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ